Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    SOGએ પંચમહાલમાં ગાંજાની ખેતી ઝડપી:ઘોઘંબાના ગુણેશયા ગામમાંથી 9 કિલો ગાંજા સાથે એક ઝડપાયો

    6 days ago

    પંચમહાલ જિલ્લામાં ગેરકાયદેસર નશાના કારોબાર સામે કાર્યવાહી કરતા, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) ટીમે ઘોઘંબા તાલુકાના ગુણેશયા ગામમાંથી ગાંજાની ખેતીનો પર્દાફાશ કર્યો છે. આ કાર્યવાહીમાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. એસ.ઓ.જી. ટીમે ચોક્કસ બાતમીના આધારે ગુણેશયા ગામે દરોડો પાડીને ₹૪.૫૨ લાખની કિંમતના ૯ કિલોગ્રામ લીલા ગાંજાના છોડ જપ્ત કર્યા છે. ઝડપાયેલા આરોપીનું નામ મંગાભાઈ સેનાભાઈ નાયક છે. તેણે પોતાની માલિકીની જમીનમાં છૂપી રીતે ગાંજાના છોડનું વાવેતર કર્યું હતું. આ મામલે આરોપી વિરુદ્ધ દામાવાવ પોલીસ મથકે એન.ડી.પી.એસ. (NDPS) એક્ટ હેઠળ ગુનો નોંધીને વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    ‘ગુજરાત ફાર્મા ક્ષેત્રે દેશનું પાવરહાઉસ’:ગાંધીનગરમાં ‘Raise-2026’ જોબફેરનો પ્રારંભ; 1000થી વધુ યુવાનોને મળશે રોજગારીની તક
    Next Article
    જામનગર શંકર ટેકરી ઉદ્યોગનગરમાં કચરાના ઢગલા:ગટર સફાઈ બાદ 6 દિવસથી રસ્તા પર ગંદકી ફેલાઈ, સ્થાનિકો પરેશાન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment