Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કરોડની 'મસ્ટાંગ' કારમાં ફરતા બુટલેગરના પૌત્રએ અકસ્માત સર્જી મારામારી કરી:અમદાવાદ પોલીસે ઝડપી સાન ઠેકાણે લાવી દીધી, આદિત્ય સામે હત્યાનો પ્રયાસ,આર્મ્સ એક્ટ સહિતના 6 ગુના

    7 hours ago

    અમદાવાદના બુટલેગર કિશોર લંગડાના પૌત્રએ ફરી એકવાર અમદાવાદમાં અકસ્માત સર્જી મારામારી કરી. સી.જી. રોડ઼ પર રોંગસાઈડમાં મોંઘીદાટ મસ્ટંગ કાર ચલાવી અકસ્માત સર્જયો અને સામેની કારના ચાલક સાથે મારામારી કરી. ફરિયાદ બાદ પોલીસે આદિત્ય રાઠોડ અને તેના મિત્રની ધરપકડ કરી બનાવ સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રકશન કરાવાયું. કિશોર લંગડાના પૌત્ર આદિત્ય સામે અત્યાર સુધીમાં હત્યાનો પ્રયાસ, આર્મ્સ એક્ટ, અકસ્માત સહિત 6 ગુના નોંધાઈ ચૂક્યા છે. લકઝરી કાર રોંગસાઈડમાં દોડાવી અકસ્માત સર્જયો કિશોર લંગડાના પૌત્ર આદિત્ય રાઠોડે પોતાની પાસે રહેલી અંદાજિત એક કરોડની કિંમતની મસ્ટંગ કાર લઈ રોંગ સાઈડમાં દોડાવી અને અકસ્માત સર્જયો. સામેની કારના ચાલક સાથે મારામારી કરી મારી નાખવાની ધમકી આપી. કારચાલકની ફરિયાદ બાદ પોલીસે આદિત્ય રાઠોડ અને તેના મિત્ર વિશ્વરાજ પરમારની ધરપકડ કરી. ઘટનાસ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રકશન કરાવ્યું આદિત્ય અને નેતા મિત્ર વિશ્વરાજને લઈ પોલીસ ગુરુવારે સવારે ઘટનાસ્થળ પર પહોંચી અને રિકન્સ્ટ્રકશન કરાવ્યું. અકસ્માતમાં વપરાયેલી મસ્ટંગ કાર પણ કબજે લેવામાં આવી. એક બાદ એક ગુના આચરી ચર્ચામાં રહેતો આદિત્ય રાઠોડ આદિત્ય રાઠોડ સામે આ પહેલા નવરંગપુરામાં હત્યાનો પ્રયાસ, ગાંધીનગરમાં જોખમી રીતે વાહન ચલાવવું, રાજકોટમાં આર્મ્સ એક્ટનો ગુનો અને બે અકસ્માત સહિત 6 ગુના નોંધાઈ ચૂક્યા છે. આ સમાચાર પણ વાંચોઃ કિશોર લંગડાના પૌત્ર સામે સિસ્ટમ ‘લંગડી’, રાજકોટમાં રિવોલ્વર સાથે ઝડપાયો અમદાવાદના અસારવાના બુટલેગર કિશોર લંગડાનો પૌત્ર આદિત્ય રાઠોડ રાજકોટ SOGના હાથે ગેરકાયદે હથિયાર સાથે ઝડપાયો છે. રાજકોટના ન્યારી ડેમ રોડ પર આદિત્ય રાઠોડ તેનો મિત્ર ધ્રુમિલ ઠાકોર અને એક સગીર રિવોલ્વર સાથે ફોટા પાડી રીલ બનાવતા હતા. જેથી ચોક્કસ બાતમીના આધારે પોલીસે તેને ઝડપી પાડી તેની પાસેથી એક હથિયાર તેમજ લકઝરી GT મસટંગ કાર મળી કુલ 83.65 લાખનો મુદામાલ કબ્જે કરી આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો. (સંપૂર્ણ સમાચાર વાંચો)
    Click here to Read More
    Previous Article
    ગાંધીનગર મનપા ચૂંટણી પહેલાં અમિત ચાવડાનો ભાજપ પર પ્રહાર:‘લોકોના ઘરમાં દીવો સળગાવવાની સ્થિતિ નથી, માત્ર આશીર્વાદના દીવા કરવાથી સમસ્યા નહીં ઉકલે’
    Next Article
    બોટાદમાં દારૂના અડ્ડાઓ બંધ કરવા ભીમસેનાનું આવેદનપત્ર:દારૂબંધી છતાં ખુલ્લેઆમ વેચાણ સામે એસપીને રજૂઆત, જનતા રેડની ચીમકી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment