Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    12 વર્ષથી નાસતા ફરતા આરોપીને પાટણ LCBએ અમદાવાદથી દબોચ્યો:મોરબીની સિરામિક કંપનીનો રૂ.4.70 લાખનો માલ વેચી ટ્રક બિનવારસી મૂકી ફરાર થયો હતો

    22 hours ago

    સમી પોલીસ સ્ટેશનમાં વર્ષ 2014માં નોંધાયેલા વિશ્વાસઘાત અને નોકર ચોરીના ગુનામાં છેલ્લા 12 વર્ષથી નાસતા ફરતા આરોપીને પાટણ LCBએ ઝડપી પાડ્યો છે. આરોપી પોતાની ઓળખ બદલીને ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના પેઢાવાડા ગામે રહેતો હતો અને ટ્રક ડ્રાઇવિંગ કરતો હતો. LCBની ટીમે બાતમીના આધારે અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર સીટીએમ નજીક ટ્રક પાર્કિંગમાંથી તેની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ખાસ ડ્રાઇવ દરમિયાન આરોપી અંગે બાતમી મળી જિલ્લાના વિવિધ પોલીસ મથકોમાં નોંધાયેલા ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે ખાસ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન LCBના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર જે.જી. સોલંકીના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ તપાસ કરી રહી હતી. ત્યારે સમી પોલીસ મથકના ગુનામાં ફરાર આરોપી રાજપૂત પંચમસિંહ ખુમસિંહ, જે હાલ લક્ષ્મણસિંહ જાડેજા નામ ધારણ કરીને રહેતો હતો, તે હૈદરાબાદથી અમદાવાદ તરફ ટ્રક લઈને આવી રહ્યો હોવાની ચોક્કસ બાતમી મળી હતી. તેના આધારે પોલીસે સીટીએમ નજીક વોચ ગોઠવી ટ્રક પાર્કિંગમાંથી તેને ઝડપી લીધો હતો. મોરબીની કંપનીનો રૂ. 4,70,343નો માલ વેચી ફરાર થયો હતો પોલીસની પૂછપરછમાં 56 વર્ષીય આરોપી પંચમસિંહે જણાવ્યું હતું કે, 18 મે, 2014ના રોજ તે ગાંધીધામની પુષ્પક ટ્રાન્સપોર્ટ કંપનીમાં ટ્રક ડ્રાઇવર તરીકે નોકરી કરતો હતો. તે સમયે મોરબીની સીયારામ સીરામિક કંપનીમાંથી રૂ. 4,70,343ની કિંમતનો સ્ટાઇલો માલ મુન્દ્રા પહોંચાડવા માટે ટ્રકમાં ભર્યો હતો. જોકે, માલ મુન્દ્રા પહોંચાડવાના બદલે તેણે વિસનગર તાલુકાના ઉમતા ગામે સોનુભાઈ નામના વ્યક્તિને વેચી દીધો હતો. ત્યારબાદ ટ્રકને સમી ખાતે આવેલી એક હોટલ પર બિનવારસી હાલતમાં મૂકીને તે ફરાર થઈ ગયો હતો. આ મામલે સમી પોલીસ સ્ટેશનમાં વિશ્વાસઘાત અને નોકર ચોરીનો ગુનો નોંધાયો હતો. આરોપીને સમી પોલીસ સ્ટેશનના ગુનામાં સોંપ્યો આરોપી પંચમસિંહ ઉર્ફે લક્ષ્મણસિંહ જાડેજાની ધરપકડ કર્યા બાદ પોલીસે BNSSની કલમ 35(1)(J) હેઠળ કાર્યવાહી કરી હતી. ત્યારબાદ તેને પાટણ સીટી બી ડિવિઝન પોલીસ મથકને સોંપવામાં આવ્યો છે. પોલીસે આ મામલે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    મારી સોસાયટી મારી નવરાત્રિ:6 વર્ષની કિયારા નવ દિવસ ગરબાના રંગે રંગાઈ, અમદાવાદમાં ગરબા પ્રત્યેના ઉત્સાહે સૌનું મન મોહ્યું
    Next Article
    મારી સોસાયટી મારી નવરાત્રિ:પાટણની બી.ડી. સાર્વજનિક વિદ્યાલયમાં નવરાત્રી મહોત્સવ યોજાયો, ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓ અને સ્ટાફે ગરબા રમ્યા, ત્રણને ઇનામ મળ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment