Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મારી સોસાયટી મારી નવરાત્રિ:બાલાજી રેસિડેન્સીમાં દશેરા પર નવચંડી યજ્ઞ અને ભોજન સમારંભ, અલ્પેશ પટેલ, જીગ્નેશ ભાદાણી અને પ્રશાંત વાઘેલા મુખ્ય યજમાન બન્યા.

    1 day ago

    અમદાવાદના નવા નરોડામાં આવેલી બાલાજી રેસિડેન્સી ખાતે વિજયાદશમી (દશેરા)ના દિવસે શ્રી નવચંડી યજ્ઞ અને ભોજન સમારંભનું આયોજન કરાયું હતું. આ યજ્ઞમાં સોસાયટીના રહીશો અલ્પેશભાઈ પટેલ, જીગ્નેશભાઈ ભાદાણી અને પ્રશાંતભાઈ વાઘેલાએ પોતાની પત્નીઓ સાથે મુખ્ય યજમાન તરીકે પૂજા કરી હતી. યજ્ઞ પૂરો થયા બાદ બધા રહીશો અને મહેમાનો માટે ભોજન પ્રસાદ રાખવામાં આવ્યો હતો. બપોર પછી શ્રદ્ધાળુઓએ માતાજીના ગરબા ગાઈને ભક્તિભાવ સાથે વિદાય આપી હતી. કાર્યક્રમના અંતે, બાલાજી પરિવારે ઉત્સવ કમિટીના બધા સભ્યોનું સન્માન કર્યું હતું. નવરાત્રી દરમિયાન તેમની કામગીરીને સોસાયટીના લોકોએ વખાણી હતી. આ કાર્યક્રમથી બાલાજી પરિવારમાં એકતા અને ભક્તિનો માહોલ જોવા મળ્યો હતો. બધા સભ્યોએ સાથે મળીને આઈસ્ક્રીમની મિજબાની માણી હતી.
    Click here to Read More
    Previous Article
    મારી સોસાયટી મારી નવરાત્રિ:પાટણ કોલેજમાં 18મી રાષ્ટ્રીય યુવા સંસદ સ્પર્ધા યોજાઈ, ગ્રૂપ કક્ષાની સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ સંસદીય લોકશાહી અને પરંપરાઓ રજૂ કરી
    Next Article
    મારી સોસાયટી મારી નવરાત્રિ:6 વર્ષની કિયારા નવ દિવસ ગરબાના રંગે રંગાઈ, અમદાવાદમાં ગરબા પ્રત્યેના ઉત્સાહે સૌનું મન મોહ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment