Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીમાં ભારત વિકાસ પરિષદે હાલરડા સ્પર્ધા યોજી:ભારતીય સંસ્કૃતિ અને માતૃશક્તિના સંવર્ધન માટે 18 બહેનોએ ભાગ લીધો

    1 day ago

    ભારત વિકાસ પરિષદની મોરબી શાખાએ ભારતીય સંસ્કૃતિ અને પરંપરાગત હાલરડાંને જીવંત રાખવા હાલરડા સ્પર્ધા યોજી હતી. આ સ્પર્ધા 4 ઓક્ટોબર 2026ના રોજ મોરબીના લીલાપર રોડ પર આવેલી નવયુગ પ્રિ-સ્કૂલ ખાતે યોજાઈ હતી. નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના પ્રમુખ પી.ડી. કાંજિયા અને રામધન આશ્રમના મહંતા ભાવેશ્વરીબેન મુખ્ય અતિથિ હતા. તેમણે હાલરડા અને સંસ્કૃતિ જાળવવા આવી સ્પર્ધાઓના મહત્વ પર ભાર મૂક્યો. સ્પર્ધામાં મોરબીની 18 બહેનોએ ભાગ લીધો હતો. અશ્વિનભાઈ બરાસરા અને આરતીબેન રાવલ નિર્ણાયક હતા. અવંતિકાબેન રાણીપા પ્રથમ, અંજનાબેન નિમાવત દ્વિતીય અને પૂજાબેન દવે તૃતીય ક્રમે વિજેતા બન્યા. વિજેતાઓને પુરસ્કાર અને પ્રમાણપત્ર અપાયા, જ્યારે અન્ય સ્પર્ધકોને પણ પ્રમાણપત્ર મળ્યા. ભારત વિકાસ પરિષદના પ્રમુખ ચિરાગભાઈ હોથી, સચિવ વિશાલભાઈ બરાસરા, ખજાનચી હિરેનભાઈ ધોરીયાણી સહિતના સભ્યો હાજર રહ્યા. દર્શનાબેન પરમારે કાર્યક્રમનું સંચાલન કર્યું.
    Click here to Read More
    Previous Article
    CBSE To Screen Sensitisation Module On Inclusive Education For School Staff Tomorrow
    Next Article
    બોટાદ જિલ્લામાં ડિજિટલ ક્રોપ સર્વે શરૂ‎:1.31 લાખ પૈકી 92 હજારથી વધુ પ્લોટનો સર્વે હાથ ધરાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment