Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્થાનિક સ્વરા્જયની ચૂંટણીમાં હાર બાદ ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસનું મંથન:પ્રદેશ પ્રભારીની ઉપસ્થિતિમાં સમીક્ષા બેઠક યોજાઈ, પક્ષ વિરોધી પ્રવૃતિ કરનારાઓ સામે કાર્યવાહીની તૈયારી

    1 week ago

    સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસને મળેલી કારમી હારના પગલે પક્ષમાં ભારે મંથન શરૂ થયું છે. હારના કારણો શોધવા અને ભવિષ્યની રણનીતિ નક્કી કરવા માટે આજે મહેસાણા જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓની એક મહત્વની સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓની પરિસ્થિતિ અંગે તબક્કાવાર ઝીણવટપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. સમીક્ષા બેઠકમાં ખાસ કરીને ચૂંટણી દરમિયાન કોંગ્રેસના ઉમેદવારોની હાર પાછળ કયા પરિબળો જવાબદાર રહ્યા, કયા વિસ્તારોમાં પક્ષના જ હોદ્દેદારો કે કાર્યકરોએ પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ કરી અને કયા ઉમેદવારોએ છેલ્લી ઘડીએ ફોર્મ પરત ખેંચ્યા તે તમામ મુદ્દાઓની ગંભીરતાથી નોંધ લેવામાં આવી છે. પ્રદેશ નેતાગીરીએ આ બેઠક દ્વારા સ્પષ્ટ સંકેત આપ્યા છે કે, પક્ષ સાથે ગદ્દારી કરનારા કે શિસ્તભંગ કરનારા તમામ લોકો સામે આગામી દિવસોમાં આકરા પગલાં લેવા માટેનો તખ્તો તૈયાર કરી લેવામાં આવ્યો છે. પ્રદેશ પ્રભારી સહિતના આગેવાનોની હાજરીમાં બેઠક યોજાઈ આ બેઠક અંગે પક્ષની રણનીતિ સ્પષ્ટ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ સત્તાધારી પક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, આ ચૂંટણીમાં કોંગ્રેસ માત્ર ભાજપ કે સરકાર સામે જ નથી લડી, પરંતુ આખી ચૂંટણી પોલીસ પ્રશાસન, સરકારી તંત્ર અને બુટલેગરો સામે લડવી પડી છે. સત્તાનો બેફામ દુરુપયોગ, નાણાબળ અને મસલ પાવરના કારણે ચૂંટણીના પરિણામો પ્રભાવિત થયા છે. કેટલાય સરકારી અધિકારીઓએ ભાજપનો ખેસ પહેરીને કામ કર્યું હોય તેવો માહોલ સર્જાયો હતો. આ ઉપરાંત અરવલ્લી, બનાસકાંઠા અને દિયોદર જેવા વિસ્તારોમાં જ્યાં કોંગ્રેસને બહુમતી મળી હતી, ત્યાં પણ લોકશાહીના નિયમો અને જનાદેશનું અપમાન કરીને સત્તા આંચકી લેવાના પ્રયાસો થયા છે, જેની સામે કોંગ્રેસના કાર્યકરો મજબૂતાઈથી લડ્યા છે. આ સમીક્ષા બેઠકમાં સંગઠનના પ્રભારી જનરલ સેક્રેટરી મુકુલ વાસનિક, જગદીશ ઠાકોર, વિધાનસભા પક્ષના નેતા તુષાર ચૌધરી અને AICC સેક્રેટરી સહિતના તમામ વરિષ્ઠ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં માત્ર આંતરિક સંગઠનની ખામીઓ પર જ ચર્ચા નથી થઈ, પરંતુ જનતાના પ્રશ્નોને લઈને રસ્તા પર ઉતરવાનું આયોજન પણ કરાયું છે. ઈંધણમાં ભાવ વધારાના વિરોધમાં તાલકા મથકો પર વિરોધ પ્રદર્શિત કરાશે મોંઘવારી અને પેપર લીક જેવા સંવેદનશીલ મુદ્દાઓ પર સરકારને ઘેરવા માટે કોંગ્રેસે ઉગ્ર આંદોલનની જાહેરાત કરી છે. પેટ્રોલ-ડીઝલ અને CNGના અસહ્ય ભાવવધારાથી ત્રસ્ત જનતાનો અવાજ બનવા માટે આગામી 4 તારીખથી 12 તારીખ સુધી આખા ગુજરાતમાં તાલુકા મથકો પર ઉગ્ર વિરોધ પ્રદર્શનો કરવામાં આવશે. આ સાથે જ લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં કરનારા NEET પરીક્ષાના પેપર લીક કૌભાંડ અને સરકારી તંત્રમાં વ્યાપેલા ભ્રષ્ટાચાર વિરુદ્ધ કોંગ્રેસ યુવાનોના આક્રોશને વાચા આપશે. પક્ષના માળખાને વધુ મજબૂત કરવા માટે જુલાઈ મહિનાથી દરેક વિધાનસભા સીટ પર બૂથ લેવલના કાર્યકરો સાથે સીધો સંવાદ સાધવા માટેનું વિસ્તૃત આયોજન પણ આ બેઠકના માધ્યમથી આખરી કરવામાં આવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    છોટા ઉદેપુરમાં હાઇડ્રો પ્રોજેક્ટનું ભૂત ફરી ધૂણ્યું:ધારસીમેલ, તુરખેડામાં સર્વેની કામગીરી સામે આદિવાસીઓએ વાડિયામાં સંમેલન યોજ્યું, કલેક્ટર ઓફિસ-સચિવાલયના ઘેરાવની ચીમકી
    Next Article
    વાઘેશ્વરી તળાવનાનું કામ ચોમાસા પહેલાં પૂર્ણ કરવા માંગ:18 કરોડ ફાળવ્યા છતાં કામ બે વર્ષથી અધૂરું,જળસંચય અને પર્યટનને વેગ આપવા ઝડપથી પૂર્ણ કરવું જરૂરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment