Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ‘ગુજરાત ફાર્મા ક્ષેત્રે દેશનું પાવરહાઉસ’:ગાંધીનગરમાં ‘Raise-2026’ જોબફેરનો પ્રારંભ; 1000થી વધુ યુવાનોને મળશે રોજગારીની તક

    6 days ago

    ગાંધીનગર સ્થિત નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU) ખાતે ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સિલ અને ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના સંયુક્ત ઉપક્રમે આયોજિત ‘Raise-2026- ફાર્મસી પ્લેસમેન્ટ ડ્રાઇવ’નો આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાએ શુભારંભ કરાવ્યો છે. ફાર્મા ક્ષેત્રે રોજગાર આપવા માટેના આ સૌથી મોટા જોબફેરમાં રાજ્યભરમાંથી 1000થી વધુ ફાર્મસી સ્નાતકો (ગ્રેજ્યુએટ્સ) અને 50થી વધુ દેશ-વિદેશની અગ્રણી ફાર્માસ્યુટિકલ કંપનીઓ ભાગ લઈ રહી છે. દેશના કુલ ફાર્મા ઉત્પાદનમાં ગુજરાતનો એકલાનો 33 ટકા હિસ્સો: મંત્રી બનાવની વિગત એવી છે કે, પ્લેસમેન્ટ ડ્રાઇવના ઉદ્ઘાટન પ્રસંગે મંત્રી પ્રફુલ પાનશેરીયાએ ગૌરવભેર જણાવ્યું હતું કે ભારતના ફાર્મા ઉત્પાદન ક્ષેત્રમાં ગુજરાત એકલું 33 ટકા અને નિકાસ ક્ષેત્રે 28 ટકાનો સિંહફાળો આપે છે, જે રાજ્યને દેશનું અગ્રણી ફાર્મા હબ સાબિત કરે છે. તેમણે જૂન મહિનાની આ ડ્રાઇવમાં હાજર યુવા ફાર્માસિસ્ટોને માત્ર ડિગ્રી મેળવવા પૂરતા મર્યાદિત ન રહીને સતત અપગ્રેડ થવા અને સામાન્ય લોકોને ઓછી કિંમતે સર્વોચ્ચ ગુણવત્તાયુક્ત દવાઓ ઉપલબ્ધ કરાવવા માટે કામ કરવા પ્રોત્સાહિત કર્યા હતા. ‘ભેળસેળ અને નશાકારક દવા બનાવતી કંપનીઓ સામે કાર્યવાહી’ આરોગ્ય મંત્રીએ રાજ્યના યુવાધનને નુકસાન પહોંચાડતી નશાકારક અને ભેળસેળયુક્ત દવાઓ બનાવતી કંપનીઓ સામે સરકારના ઝીરો ટોલરન્સ વલણનો ખાસ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કડક ચેતવણી આપતાં કહ્યું હતું કે, આવી ગેરકાયદે પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા કોઈપણ ગુનેગાર કે માલિકને સરકાર ક્યારેય નહીં બક્ષે. તંત્ર દ્વારા તાજેતરમાં જ નિયમોનું ઉલ્લંઘન કરતી કેટલીક ફાર્મા કંપનીઓને સીલ કરવાની કડક કાયદાકીય કાર્યવાહી પણ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓને છેતરપિંડીથી બચાવવા સરકારની નવી ગાઇડલાઇન: CM મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ કાર્યક્રમ બદલ પોતાના શુભેચ્છા સંદેશમાં જણાવ્યું હતું કે, ફાર્મસીના વિદ્યાર્થીઓ નોકરીના નામે થતી છેતરપિંડી અને શોષણથી બચી શકે તે માટે રાજ્ય સરકારે વિશેષ ગાઇડલાઇન જાહેર કરી છે. આ જોબફેરથી યુવા સ્નાતકોને ઉજ્જવળ રોજગારી અને ઉદ્યોગોને કુશળ માનવબળ બંને એકસાથે મળશે. ગૃહ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ આ અનોખી પહેલને રાજ્યના ઔદ્યોગિક અને રોજગાર વિકાસ માટે અત્યંત મહત્વપૂર્ણ ગણાવી હતી. ગુજરાત દેશનું પ્રથમ 'પેપરલેસ' કાઉન્સિલ બન્યું, 1 જ દિવસમાં ફાર્મસી રજિસ્ટ્રેશન સમિટ દરમિયાન ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના વાઇસ પ્રેસિડેન્ટ જસુભાઈ ચૌધરીએ એક મોટી સિદ્ધિ જાહેર કરતાં કહ્યું કે, ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સિલ હવે દેશની સર્વપ્રથમ 'સંપૂર્ણ પેપરલેસ અને ઓનલાઈન' સંસ્થા બની ચૂકી છે, જ્યાં ફાર્મસી રજિસ્ટ્રેશનની તમામ પ્રક્રિયા હવે ટેકનોલોજીની મદદથી માત્ર 1 જ દિવસમાં ઓનલાઇન પૂર્ણ થાય છે. આ ઉપરાંત અંતરિયાળ અને ગ્રામીણ વિસ્તારોના વિદ્યાર્થીઓને ઘરઆંગણે સેવા આપવા માટે ‘કાઉન્સિલ આપના દ્વારે’ ખાસ અભિયાન ચલાવીને સ્થળ પર જ રજિસ્ટ્રેશનની સુવિધા ઉપલબ્ધ કરાવાઈ રહી છે.
    Click here to Read More
    Previous Article
    વાંકાનેરના વઘાસિયા ટોલનાકે કર્મચારી પર હુમલો:ગાડી રોકવા મુદ્દે 6 શખ્સોએ ધમકી આપી, માર માર્યો
    Next Article
    SOGએ પંચમહાલમાં ગાંજાની ખેતી ઝડપી:ઘોઘંબાના ગુણેશયા ગામમાંથી 9 કિલો ગાંજા સાથે એક ઝડપાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment