Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સગીર-સગીરા 6 મહિનાથી સોશિયલ મીડિયા દ્વારા સંપર્કમાં હતાં:હું તમારી છોકરી સાથે જ લગ્ન કરીશ,સગીરે જીદ કરતાં માતાપિતાએ અભયમને બોલાવી

    6 hours ago

    મકરપુરાના 17 વર્ષીય સગીરે તેની મિત્રના ઘરે જઈને તેના માતા-પિતા સામે જીદ પકડી હતી કે, હું તમારી દીકરી સાથે જ લગ્ન કરીશ. સગીરાના માતા-પિતા દુવિધામાં મૂકાયા હતા, સગીરને સમજાવવા છતાં માન્યો ન હતો. જેથી માતા-પિતાએ અભયમને બોલાવી હતી. અભયમે સગીરનું કાઉન્સેલિંગ કરી કાયદાકીય સમજ આપતાં સગીરે જીદ છોડી હતી. પિતાએ અભયમને કોલ કરીને જણાવ્યુ કે, મારી દીકરી ધો.11માં અભ્યાસ કરે છે. 6 મહિનાથી સગીર સાથે વાતો કરે છે, ભણવામાં ધ્યાન આપતી નથી. ધો.10માં 98 ટકા હતા પણ સોશિયલ મીડિયાના કારણે તેનું પરિણામ બગડી ગયું છે. રોકીયે તો ગેરવર્તણૂક કરી મિત્ર સાથે લગ્ન કરવાનું જ કહે છે. તેનો સગીર મિત્ર ઘરે આવી ગયો છે અને ધમકી આપી રહ્યો છે કે, હું તમારી દીકરીને લઈ જાઉં છું, અમે લગ્ન કરી લઈશું. અભયમની ટીમ પહોંચી સગીરને સમજાવ્યું હતું કે, આ વયે લગ્ન કરશો તો પોક્સોના ગુનામાં આવશો. મિત્રતાની સીમા હોય. રોજ નવા વાયદા કરી કહેતો આપણે નવું ઘર-કાર લઈશું કાઉન્સેલિંગમાં સગીરાએ જણાવ્યું કે, મિત્ર મને રોજ નવા વાયદા કરતો હતો. તે કહેતો કે, લગ્ન કરીશું અને નવી કાર લઈશું. સગીરાએ લાલચમાં આવી માતા-પિતા પાસે લગ્નની જીદ પકડી હતી. ટીમે સગીરાને સમજાવ્યું કે, સોશિયલ મીડિયાથી સંપર્કમાં આવનાર પર આંધળો વિશ્વાસ ન કરો. માતા-પિતા કહે તે પ્રમાણે અભ્યાસમાં ધ્યાન આપો. 6 મહિનામાં અભયમની ટીમ પાસે 10 કેસો આવ્યા અભયમના અધિકારીના અનુસાર, 6 મહિનામાં 10 એવા કિસ્સા આવ્યા જે સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્કમાં આવ્યા હોય અને લગ્ન કરવાની જીદ પકડી હોય. ભણવામાં પણ ધ્યાન આપતા નથી અને પરિવારની વિરુદ્ધ જતા રહે છે. મોટાભાગના કેસોમાં વય 18થી નાની હોય છે, જેમાં કાઉન્સેલિંગ બાદ તેઓ પોતાની ભૂલ સ્વીકાર કરે છે.
    Click here to Read More
    Previous Article
    Aaj ka Panchang 3 October 2026: पूर्व दिशा में यात्रा करने से बचें, जानिए शुभ मुहूर्त, राहुकाल और पूरा पंचांग
    Next Article
    સમય સચવાશે:લાગણીઓની વસિયત સાચવતી કેપ્સ્યૂલ માટે 15 કલાકારોએ 84 કલાક કામ કરીને તકતી તૈયાર કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment