Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સમય સચવાશે:લાગણીઓની વસિયત સાચવતી કેપ્સ્યૂલ માટે 15 કલાકારોએ 84 કલાક કામ કરીને તકતી તૈયાર કરી

    7 hours ago

    વડોદરાવાસીઓનાં સપનાં, સંકલ્પો સાથેની લાગણીઓની વસિયત સાથેની ટાઇમ કેપ્સ્યૂલ વૈદિક મંત્રોચ્ચાર સાથે શુક્રવારે ભૂમિગત કરાઇ હતી. વીસીસીઆઇના ગ્રીન કોરિડોર ખાતે આયોજિત કાર્યક્રમમાં અખબાર વિતરકોના હસ્તે અનાવરણ કરાયું હતું. જ્યારે 11 સન્નારીએ હાથનો સ્પર્શ કરીને જમીનમાં મૂકવાની મંજૂરી આપી હતી. આ પ્રસંગે કલાત્મક શિલ્પ-પ્લાન્કનું પણ અનાવરણ કરાયું હતું. લાગણીઓની વસિયત સાચવતી કેપ્સ્યૂલ માટે 15 કલાકારોએ 84 કલાક સતત કામ કરીને તકતી તૈયાર કરી હતી. દિવ્ય ભાસ્કરના 23મા વર્ષમાં પ્રવેશ નિમિત્તે યોજાયેલા સમારોહમાં મહાનુભાવોએ પોતાના પ્રાસંગિક વક્તવ્યોમાં દિવ્ય ભાસ્કરના આ અભિયાનને આવકારતાં આ પ્રયોગને અભૂતપૂર્વ અને નવીન ગણાવ્યો હતો. શુક્રવારે મહાત્મા ગાંધીજી અને લાલબહાદુર શાસ્ત્રીની પણ જયંતી હતી. આ ઉપરાંત કસ્ટોડિયન ડે પણ હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિઝન 2047 અંતર્ગત વિકસિત ભારતની સંકલ્પના કરી છે. દેશ તેને સાકાર કરવાનો પ્રયાસ કરે છે ત્યારે ટાઇમ કેપ્સ્યૂલમાં ભૂમિગત કરાયેલા પત્રો વિકસિત ભારત અને વિકસિત વડોદરામાં ફરી વંચાશે. ટાઇમ કેપ્સ્યૂલમાં મૂકેલા પત્રોમાં આજનો ગોલ્ડન સમય સચવાશે ટાઇમ કેપ્સ્યૂલમાં મૂકવામાં આવેલા પત્રોમાં આપણી લાગણીઓ, વિચારો અને આજનો ગોલ્ડન સમય પણ સચવાશે. સાથે આગામી સમયમાં એ સમય કેવો હશે તેની કલ્પના પણ છે. આ દિવ્ય ભાસ્કરનું એક સુંદર અભિયાન છે. એ માટે દિવ્ય ભાસ્કરને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. > મનિષા વકીલ, મંત્રી, મહિલા અને બાળ વિકાસ વિભાગ વિકસિત વડોદરાની સંકલ્પનાને પત્રમાં સમાવવાનો પ્રયાસ થયો દિવ્ય ભાસ્કરનો આ પ્રયોગ અભૂતપૂર્વ છે. વડાપ્રધાને વિકસિત ભારતનો સંકલ્પ લીધો છે ત્યારે આપણે પણ એવું વડોદરા ઇચ્છીએ તે પોતાના પત્રમાં લખવા માટેનો પ્રામાણિક પ્રયાસ પણ કર્યો છે. દિવ્ય ભાસ્કર સામાજિક જવાબદારીના ભાગરૂપે આ કાર્ય કરી રહ્યું છે તે અભિનંદનને પાત્ર છે. > બાળકૃષ્ણ શુક્લ, વિધાનસભાના દંડક ટાઇમ કેપ્સ્યૂલના ભૂમિગત કરવાના પ્રસંગે મેયર સહિત વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ અને મહાનુભવો વિશેષ ઉપસ્થિત રહ્યા મહિલા-બાળ વિકાસ વિભાગનાં મંત્રી મનિષા વકીલ, મેયર ગીતાબેન મકવાણા, દંડક બાળકૃષ્ણ શુક્લ, શહેર ભાજપ પ્રમુખ ડો.જયપ્રકાશ સોની, ધારાસભ્ય ચૈતન્ય દેસાઇ, મ્યુ. કમિશનર અરુણ મહેશ બાબુ,સ્થાયી ચેરમન વર્ષાબેન વ્યાસ, વીસીસીઆઇ પ્રમુખ હિમાંશુ પટેલ, સેક્રેટરી અમિત શાહ, ઉપપ્રમુખ જલેન્દુ પાઠક, GIDCનાં એક્ઝિ. એન્જિનિયર ડિમ્પી પટેલ, ગાયત્રી ઉપાસક હર્ષદ બાપા, જગદીશ ફરસાણ પ્રા.લિ.ના ચેરમેન કલ્પેશ કંદોઇ, આત્મીય ગ્રૂપના સંજય પટેલ, શબરી કેમિકલ્સના મોહન નાયર, હાઇમેક પ્રા.લિ.ના ભાર્ગવ વ્યાસ તેમજ હોરિઝોન્ટલના અધિકારી ઉપસ્થિત રહ્યાં હતાં. મારું વડોદરા સ્વચ્છ અને સુંદર વડોદરા બને તેવી લાગણી અમે પત્રમાં લખી છે લાગણીઓના મેસેજ સાથેની ટાઇમ કેપ્સ્યૂઅલ માટે દિવ્ય ભાસ્કરને અભિનંદન આપીએ છીએ. પત્રમાં અમે પણ લાગણી વ્યક્ત કરી છે. અમારાં સપનાં પૂરાં કરવા માટે શું કરવાનું છે તે લખ્યું છે. મારું વડોદરા, સ્વચ્છ અને સુંદર વડોદરા બને તે લાગણી આ પત્રમાં લખેલી છે. > વર્ષાબેન વ્યાસ, સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન સપનાં બધા લોકો જુએ છે, પણ તેને સાચવવા માટેનો આ અનોખો પ્રયાસ છે સપનું બધાં જુએ છે પણ તેને સાચવવાનો આ પ્રયાસ છે. 2047 માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે સપનું જોયું છે તેવાં જ સપનાં વડોદરાવાસીઓએ જોયાં છે. ટાઇમ કેપ્સ્યૂલના વિચાર બદલ દિવ્ય ભાસ્કરની ટીમને અભિનંદન.> રાજેશ આયરે, પૂર્વ કાઉન્સિલર વડોદરા માટે ઐતિહાસિક ક્ષણ, લોકોએ લાગણીઓને પત્રમાં લખી કેપ્સ્યૂલમાં મૂકી વડોદરા માટે આ ઐતિહાસિક ક્ષણ છે. 25 વર્ષ બાદ વડોદરા કેવું હશે તે વિચાર સાથે વડોદરાવાસીઓએ લાગણીઓને પત્રમાં લખીને તેની વસિયત કરીને ટાઇમ કેપ્સ્યૂલમાં મૂકી છે. 25 વર્ષ બાદ તે ખૂલશે ત્યારે જાણ થશે કે વડોદરાવાસીઓએ શું વિચાર્યું હતું. > ડો.જયપ્રકાશ સોની, શહેર ભાજપ પ્રમુખ કાર્યક્રમના સાક્ષી થયા તેનું અમને ગૌરવ, અભિયાનમાં ફાળો આપનારને અભિનંદન વડોદરા એ હેરિટેજ અને સંસ્કારી નગરી છે. આ કાર્યક્રમના સાક્ષી થયા છીએ તેનું ગૌરવ છે. લાગણીઓની વસિયત આ કોરિડોરમાં સંગ્રહિત થવાની છે તે માટે હું દિવ્ય ભાસ્કર અને આ અભિયાનમાં ફાળો આપ્યો છે તેમને પણ અભિનંદન પાઠવીએ છીએ. > હિમાંશુ પટેલ, પ્રમુખ, વીસીસીઆઇ ટાઇમ કેપ્સ્યૂલના ભૂમિગત કરવાના પ્રસંગે મેયર સહિત વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ અને મહાનુભવો વિશેષ ઉપસ્થિત રહ્યા મહિલા-બાળ વિકાસ વિભાગનાં મંત્રી મનિષા વકીલ, મેયર ગીતાબેન મકવાણા, દંડક બાળકૃષ્ણ શુક્લ, શહેર ભાજપ પ્રમુખ ડો.જયપ્રકાશ સોની, ધારાસભ્ય ચૈતન્ય દેસાઇ, મ્યુ. કમિશનર અરુણ મહેશ બાબુ,સ્થાયી ચેરમન વર્ષાબેન વ્યાસ, વીસીસીઆઇ પ્રમુખ હિમાંશુ પટેલ, સેક્રેટરી અમિત શાહ, ઉપપ્રમુખ જલેન્દુ પાઠક, GIDCનાં એક્ઝિ. એન્જિનિયર ડિમ્પી પટેલ, ગાયત્રી ઉપાસક હર્ષદ બાપા, જગદીશ ફરસાણ પ્રા.લિ.ના ચેરમેન કલ્પેશ કંદોઇ, આત્મીય ગ્રૂપના સંજય પટેલ, શબરી કેમિકલ્સના મોહન નાયર, હાઇમેક પ્રા.લિ.ના ભાર્ગવ વ્યાસ તેમજ હોરિઝોન્ટલના અધિકારી ઉપસ્થિત રહ્યાં હતાં.
    Click here to Read More
    Previous Article
    સગીર-સગીરા 6 મહિનાથી સોશિયલ મીડિયા દ્વારા સંપર્કમાં હતાં:હું તમારી છોકરી સાથે જ લગ્ન કરીશ,સગીરે જીદ કરતાં માતાપિતાએ અભયમને બોલાવી
    Next Article
    વાત બેધડક:ગાંધી જયંતીના એક દિવસ પહેલાં જ વડીલોની ગાંધીગીરીઃ વૃદ્ધોની સુખાકારી વગર વિકાસ આડા પાટે ચડી જશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment