Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વાત બેધડક:ગાંધી જયંતીના એક દિવસ પહેલાં જ વડીલોની ગાંધીગીરીઃ વૃદ્ધોની સુખાકારી વગર વિકાસ આડા પાટે ચડી જશે

    8 hours ago

    મનીષ પંડ્યા, એડિટર વડોદરા વિકસિત ભારતના સપનાને સાકાર કરવા કમર કસી રહ્યું છે. મોડું તો મોડું પણ જાગ્યું તો છે. આ મિશનનો પહેલો પડાવ છે સ્વચ્છ વડોદરા. વડોદરાના એક-એક અધિકારી અને એક-એક નાગરિકની ભાગીદારી વગર વડોદરા સ્વચ્છ પણ ન બની શકે અને વિકસિત પણ ન બની શકે. વિકાસની દોડમાં વડોદરાના વડલા જેવા વરિષ્ઠ નાગરિકો ઓરમાયું ફીલ કરે અને ગાંધી જયંતીની પૂર્વ સંધ્યાએ કચરો સાફ કરવા જેવી ગાંધીગીરી કરીને અમારી અવગણના થઈ રહી છે તેવો બળાપો કાઢે તો સ્વચ્છતા અભિયાનમાં પ્રથમ ગ્રાસે જ મક્ષિકા જેવો ઘાટ રચાયો હોવાની અનુભૂતિ થયા વગર રહે નહિ. વડોદરા નાગરિકો અને તંત્રની ભાગીદારીથી ચાલતું શહેર છે. સમાજના દરેક તબક્કાના લોકો પોતાની ભાગીદારી આપવા તત્પર છે. જેમાં જમાનો જોઈને જીવનની સંધ્યાએ પહોંચેલા વડીલો વડોદરાના વટવૃક્ષના જૂના પણ મજબૂત અને અનુભવી મૂળિયા છે. જેન-ઝી નિર્વિવાદપણે શહેરનું ભવિષ્ય છે, પણ એનો મતલબ એવો જરાય નથી કે વડીલોની અવગણના થાય. તાજેતરમાં જ 170 જેટલા વડોદરાના વડીલોએ સ્વચ્છતા ઝુંબેશ ઉપાડી ગાંધી જયંતીના એક દિવસ પહેલાં જ હાથમાં સાવરણી લઈ કચરો વાળીને ગાંધીગીરી કરી હતી. સાથે સાથે તેમણે શહેરના વિકાસમાં વૃદ્ધોની અવગણના થતી રોકવા માટે કલેક્ટર દ્વારા મુખ્યમંત્રી અને વડાપ્રધાનને આવેદન પણ આપ્યું હતું. જાપાન દુનિયાનો સૌથી મોટો સિનિયર સિટિઝન ધરાવતો દેશ છે અને ભારત સૌથી વધુ યુવા વસ્તી ધરાવતો દેશ છે. આવા સમયે વડીલોની વધતી વસ્તીના પ્રમાણમાં આર્થિક અને સ્વાસ્થ્યલક્ષી સુખાકારી માટે વડીલોને લગતા કાયદા બને, ગાઇડલાઇન બને એવા કાર્યક્રમો યોજવાની જરૂરિયાત ઊભી થઈ છે તે વાતની સાબિતી આ વિરોધે પૂરી પાડી છે. પ્રવાસ અને આરોગ્યલક્ષી સુવિધાઓ માટે વડીલો કોઈના પર આધારિત ન બને તે જોવાની વડોદરાવાસીઓની ફરજ બને છે. વડીલોની નારાજગી સાથેનો વિકાસ સોનાની થાળીમાં લોઢાનો મેખ જેવો સાબિત થશે.{ manish.pandya@dbcorp.in
    Click here to Read More
    Previous Article
    સમય સચવાશે:લાગણીઓની વસિયત સાચવતી કેપ્સ્યૂલ માટે 15 કલાકારોએ 84 કલાક કામ કરીને તકતી તૈયાર કરી
    Next Article
    હલ્લા બોલ:MDRના વિરોધમાં વેપારીઓનો નો-યુપીઆઇ ડે, દુકાનોમાં QR કોડ કાળા કપડાથી ઢાંકી દીધા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment