Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હલ્લા બોલ:MDRના વિરોધમાં વેપારીઓનો નો-યુપીઆઇ ડે, દુકાનોમાં QR કોડ કાળા કપડાથી ઢાંકી દીધા

    9 hours ago

    UPI પર 0.4 ટકા એમડીઆરના વિરોધમાં 2 ઓક્ટોબર ગાંધી જયંતીએ વેપાર વિકાસ એસો., હાથીખાના માર્કેટ સહિત 79 વેપાર એસોસિયેશને દેખાવો કર્યા હતા. વેપારીઓએ QR કોડને કાળા કપડાથી ઢાંકી દીધા હતા. વેપારીઓ રાવપુરા ખાતે ભેગા થઈ નો યુપીઆઈ ડેનાં પોસ્ટરો સાથે વિરોધ કર્યો હતો. બીજી તરફ લારી-ગલ્લા ધારકોએ યુપીઆઈથી પેમેન્ટ સ્વીકાર્યું હતું. રાજ્યના 600 ટ્રેડર્સ યુનિયનો આ વિરોધમાં જોડાયાં હતાં. ઉલ્લેખનીય છે કે, પર્સન-ટુ-પર્સન અને 2 હજાર સુધીના મર્ચન્ટ પેમેન્ટ પર કોઈ ચાર્જ લાગશે નહીં. જ્યારે 2 હજારથી વધુના મર્ચન્ટ પેમેન્ટ પર 0.4 ટકા MDR નક્કી કરાયો છે. 25-50 હજાર જેવાં મોટાં ટ્રાન્ઝેક્શન પર એમડીઆર ચાર્જ લગાવવો જોઈએ સરકારે 2 હજાર પર ચાર્જ લેવાનું જણાવ્યું છે. સામાન્ય પરિવાર પણ ખરીદી કરવા આવે તો 2 હજાર ખર્ચ થતો હોય છે. સરકાર 0.4 ટકાની સાથે 18 ટકા જીએસટી લગાવાશે કે કેમ તે જણાવતી નથી. સરકાર 25 હજાર-50 હજાર જેવાં મોટાં ટ્રાન્ઝેક્શન પર એમડીઆર લગાવે. > ભરત ચૌહાણ, સેક્રેટરી, વડોદરા ફૂટવેર મર્ચન્ટ એસોસિયેશન નાના વેપારીનું માર્જિન દોઢથી બે ટકા, ખિસ્સામાંથી અડધો ટકો આપવો પડશે 15 ઓક્ટોબરે સરકારે યુપીઆઈ પર એમડીઆર લેવાનો નિર્ણય કર્યો છે. એક ટ્રાન્જેક્શન પર 0.40 ટકા અને 18 ટકા જીએસટી એટલે કે અડધો ટકો ચાર્જ લેવાશે. નાના વેપારીનું માર્જિન દોઢથી બે ટકા હોય ત્યારે તેમાંથી અડધો ટકો બેંક ચાર્જીસ તરીકે ખિસ્સામાંથી આપવો પડશે. > પરેશ પરીખ, પ્રમુખ, વેપાર વિકાસ એસો. નવરાત્રી-દિવાળીમાં રોકડેથી વ્યવહાર કરાશે, MDRનો બોજ ગ્રાહક પર નખાશે વેપાર વિકાસ એસોસિયેશનના પરેશ પરીખે જણાવ્યું હતું કે, જો સરકાર નિર્ણયમાં કોઈ ફેરફાર નહીં કરે તો આગામી નવરાત્રી અને દિવાળીના તહેવારોમાં વેપારીઓ રોકડેથી જ વ્યવહાર કરશે. જ્યારે યુપીઆઈ પેમેન્ટ લેશે તો 0.4 ટકા જે વેપારીએ સરકારને આપવાના છે તે બોજ પણ ગ્રાહક પર નાખવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, 30 સપ્ટેમ્બરે અગ્રણી વેપારીઓ દ્વારા કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ સાથે બેઠક કરી હતી. ત્યારે સરકારે આ મુદ્દે યોગ્ય નિર્ણય લેવાનું આશ્વાસન પણ આપ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    વાત બેધડક:ગાંધી જયંતીના એક દિવસ પહેલાં જ વડીલોની ગાંધીગીરીઃ વૃદ્ધોની સુખાકારી વગર વિકાસ આડા પાટે ચડી જશે
    Next Article
    સિટી એન્કર:LICના નિવૃત્ત કર્મીને અભિનયનો ચસ્કો ભારે પડ્યો, કભી ભી કહીં ભી અને લુચ્ચા લફંગા ફિલ્મોમાં રોલને બહાને ઠગે ~1.12 લાખ પડાવી લીધા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment