Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિટી એન્કર:LICના નિવૃત્ત કર્મીને અભિનયનો ચસ્કો ભારે પડ્યો, કભી ભી કહીં ભી અને લુચ્ચા લફંગા ફિલ્મોમાં રોલને બહાને ઠગે ~1.12 લાખ પડાવી લીધા

    9 hours ago

    શહેરમાં ફિલ્મોમાં કામના બહાને સાયબર ઠગાઈનો પ્રથમ કિસ્સો નોંધાયો છે. વાઘોડિયા રોડ પરિવાર ચાર રસ્તા પાસે ઓમ રેસિડેન્સીમાં રહેતા 60 વર્ષીય નિવૃત્ત એલઆઈસી કર્મચારી હિતેશભાઈ ટીકડિયા આર્ટિસ્ટ તરીકે કામ કરે છે. 18 ઓગસ્ટે સોશિયલ મીડિયા પર ઓડિશનની જાહેરાત જોઈ તેમણે બાયોડેટા, ફોટો, ઓડિયો અને વીડિયો સાથે પોર્ટફોલિયો મોકલ્યો હતો. ત્યારબાદ સંજીવ મિશ્રા નામના ભેજાબાજે સોશિયલ મીડિયા પર કોલ કરી કહ્યું કે, તમારું સિલેક્શન કભી ભી કહીં ભી અને લુચ્ચા લફંગા ફિલ્મ માટે થયું છે. 5 સપ્ટેમ્બરથી શૂટિંગ શરૂ થવાનું કહી તેણે પ્લેન ટિકિટની રિફંડેબલ ડિપોઝિટ, કોસ્ચ્યૂમ અને રજિસ્ટ્રેશન ફી પેટે નાણાં માગ્યાં હતાં. જેમાં 27 હજાર, 20 ઓગસ્ટે 50 હજાર, 25 ઓગસ્ટે 25 હજાર અને 5 સપ્ટેમ્બરે 10 હજાર મળી કુલ 1.12 લાખ પડાવ્યા હતા. જોકે શૂટિંગમાં ન બોલાવી વધુ રકમ માગતાં તેમણે 1930 પર ફરિયાદ નોંધાવી હતી. બાદમાં કપુરાઈ પોલીસે સંજીવ મિશ્રા સામે ગુનો નોંધી પીએસઆઈ મૌલિક વાળાએ તપાસ શરૂ કરી છે. પ્લેનની ટિકિટ, કોસ્ચ્યૂમ, રજિસ્ટ્રેશન ફી માગી હતી ભેજાબાજોએ બંને ફિલ્મોમાં હિરોના પિતાનો રોલ કરવાનો છે તેમ કહ્યું હતું. જ્યારે 5 સપ્ટેમ્બરથી ફિલ્મનું શૂટિંગ શરૂ થાય છે, જેથી તમને ફ્લાઇટની ટિકિટ મોકલવાની છે. પ્લેનની ટિકિટની રિફંડેબલ ડિપોઝિટ, કોસ્ચ્યૂમ ચાર્જ અને બંને ફિલ્મોની રજિસ્ટ્રેશન ફી પેટે 1 લાખ ઓનલાઇન મોકલી આપો, એમ કહેતાં હિતેશભાઈએ 1.12 લાખ રૂપિયા મોકલી આપ્યા હતા. પ્રોડક્શન હાઉસનું રજિસ્ટ્રેશન, સરનામું સહિતની વિગતો ચકાસો
    Click here to Read More
    Previous Article
    હલ્લા બોલ:MDRના વિરોધમાં વેપારીઓનો નો-યુપીઆઇ ડે, દુકાનોમાં QR કોડ કાળા કપડાથી ઢાંકી દીધા
    Next Article
    રેવન્યુ કર્મીઓની હડતાળ:16,500 વાંધા અરજી,1334 ફેરફાર નોંધોનું કામ અટવાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment