Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દુકાનમાં રૂરલ SOGનો દરોડો:શાપરમાં લાઇસન્સ વગર ફટાકડા વેચતા વેપારીની ધરપકડ, સ્ફોટક જથ્થો કબજે

    17 hours ago

    શાપર-વેરાવળમાં પ્રગતિ મોલ પાસે આવેલી દુકાનમાં લાઇસન્સ વગર ફટાકડાનો જથ્થો રાખી વેચાણ કરવામાં આવતું હોવાની માહિતીના આધારે રૂરલ એસઓજી મની ટીમે દરોડો પાડી રૂ.1.25 લાખના ફટાકડાનો જથ્થો કબજે કર્યો હતો અને દુકાનદારની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટ જિલ્લા એસપી વિજયસિંહ ગુર્જર દ્વારા લાઇસન્સ, સુરક્ષાના સાધનો વગર સ્ફોટક પદાર્થોનો ગેરકાયદે સંગ્રહ કરનારા સામે કાર્યવાહી કરવાની સૂચના અપાઇ હતી. રૂરલ એસઓજી પીઆઈ એફ.એ. પારગી અને પીએસઆઈ જી.જે. ઝાલાની રાહબરીમાં એએસઆઈ વિપુલભાઈ ગુજરાતી, વિપુલભાઈ ગોહિલ તથા કોન્સ્ટેબલ રણજીતભાઈ ધાધલ સહિતની ટીમે તપાસ હાથ ધરી હતી. વેરાવળ મેઇન રોડ પર આવેલા પ્રગતિ મોલ પાસે બીજા માળે દુકાન નં.232માં ગેરકાયદે રીતે ફટાકડા રાખવામાં આવ્યા હોવાની માહિતી મળતાં પોલીસે દરોડો પાડ્યો હતો. ત્યાં હાજર સંચાલક જયસુખ રણછોડ સોલંકી પાસે ફટાકડાના વેચાણ અંગેનું કોઈ અધિકૃત લાઇસન્સ મળી આવ્યું નહોતું. ઉપરાંત દુકાનમાં ફાયર સેફ્ટીના કોઈ સાધનો રાખવામાં આવ્યા નહોતા. જેથી પોલીસે સ્થળ પરથી રોકેટ, બોમ્બ સહિત ₹1,25,975નો જથ્થો જપ્ત કરી સંચાલક સામે બીએનએસ તથા સ્ફોટક અધિનિયમ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી હતી.
    Click here to Read More
    Previous Article
    ગાળો બોલવાની ના પાડતા મહિલા વેપારી અને પરિવાર પર હુમલો:ગાંધીગ્રામમાં જેનિશ મહાજન આણી ટોળકીનો આતંક, પોલીસે કરી સરભરા
    Next Article
    તીર્થધામ માટે સ્પેશિયલ બસ:શ્રાવણના સોમવારે રાજકોટથી સોમનાથ અને ઘેલા સોમનાથ જવા એક્સ્ટ્રા ST બસ દોડાવાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment