Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગાળો બોલવાની ના પાડતા મહિલા વેપારી અને પરિવાર પર હુમલો:ગાંધીગ્રામમાં જેનિશ મહાજન આણી ટોળકીનો આતંક, પોલીસે કરી સરભરા

    16 hours ago

    રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાં શેરી નં.6ના ખૂણે શુભમ સાડી સેન્ટર ચલાવતા ભાવનાબેન સંજયભાઈ બાબરિયા ઘરના રસોડામાં રસોઈ બનાવતા હતા ત્યારે બહાર શેરીમાં કશ્યપ સોલંકી અને એક અજાણ્યો શખ્સ ગાળો બોલતા હતા. ભાવનાબેને ઘર બહાર આવી ગાળો બોલવાની ના પાડતાં ઉશ્કેરાયેલા કશ્યપ સોલંકીએ બાઇકને ધક્કો મારી દીકરી વિશે અપશબ્દો કહ્યા હતા. ઝઘડાનો અવાજ સાંભળી પુત્ર શુભમ બહાર આવતા તેને મોઢા પર મૂકો મારી દેવાયો હતો. ત્યારબાદ ભાવનાબેન કશ્યપના પિતાને રજૂઆત કરવા જતાં હતાં ત્યારે કશ્યપ તેના અન્ય સાગરીતો - કુખ્યાત જેનિશ મહાજન, યશ પટેલ અને ભાવિક પટેલને લોખંડના પાઇપ સાથે બોલાવી લાવ્યો હતો. આરોપીઓએ ભાવનાબેન પર પાઇપ વડે હુમલો કરી મોઢાના ભાગે ઇજા પહોંચાડી હતી તેમજ વચ્ચે પડેલા પતિ સંજયભાઈ અને પુત્ર શુભમને પણ પીઠના ભાગે પાઇપના ઘા મારી ઢોર માર માર્યો હતો. 100 અને 108ને કોલ કરાતાં ટીમો દોડી આવી હતી અને ઇજાગ્રસ્ત પરિવારને સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. આ ઘટના બાદ પીઆઇ હર્ષાબેન ગઢવી અને ટીમે ત્વરિત કાર્યવાહી કરી કશ્યપ સોલંકી સહિત જેનિશ મહાજન, યશ પટેલ અને ભાવિક પટેલને પકડી લીધા હતા. ચારેય આરોપીઓને ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવા સમક્ષ રજૂ કરાતાં પોલીસે કાયદાનો ભંગ કરનારા આ શખ્સોને ‘ધમાલિયા ધોકા’નો બરાબર સ્વાદ ચખાડ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    વાંકાનેરના લુણસરિયામાં હાર્ડ મોરમનું ગેરકાયદે ખનન પકડાયું:₹1 કરોડની મશીનરી કરી સીઝ
    Next Article
    દુકાનમાં રૂરલ SOGનો દરોડો:શાપરમાં લાઇસન્સ વગર ફટાકડા વેચતા વેપારીની ધરપકડ, સ્ફોટક જથ્થો કબજે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment