Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વાંકાનેરના લુણસરિયામાં હાર્ડ મોરમનું ગેરકાયદે ખનન પકડાયું:₹1 કરોડની મશીનરી કરી સીઝ

    16 hours ago

    વાંકાનેરના લુણસરિયા ગામે બોકડથંભા સીમ વિસ્તારમાં રાજકોટ ફલાઇંગ સ્ક્વોડની ટીમે દરોડો પાડીને હાર્ડ મોરમનું ખનિજ ખનન અને વહન કરતી બે મશીનરી મળી કુલ રૂ.1 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. હાલ આ સ્થળ પર મોટા પ્રમાણમાં ખનન થઇ જતા ખનન માપણી કરવામાં આવી રહી છે.આ બાદ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે. વાંકાનેર તાલુકાના લુણસરિયા ગામની બોકડથંભા સીમમાં ખનિજમાફિયાઓ દ્વારા મોટા પાયે ગેરકાયદેસર ખનન અંગેના મોટા ખાડાઓ સેટેલાઇટ તસવીરમાં પણ સ્પષ્ટપણે જોઈ શકાય છે.આ ગેરકાયદે ખનન દરમિયાન રાજકોટ રીજનલ મદદનીશ નિયામક અંકિત ભટ્ટના માર્ગદર્શન હેઠળ ફલાઇંગ સ્ક્વોડની ટીમે દરોડો પાડતા ગેરકાયદેસર હાર્ડમોરમ ખનિજ ખનન/વહન અન્વયે 1 સાની કંપનીનું એક્સકેવેટર મશીન અને 1 ડમ્પર ઝડપાયું હતું. જે સ્થાનિક ગેરકાયદેસર હાર્ડ મોરમ ખનિજ ખનન/વહનમાં સંકળાયેલ હોવાનું ફલિત થતા આશરે કુલ 1 કરોડનો મુદ્દામાલ સીઝ કરી વાંકાનેર પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવ્યો છે. હાલ ખનન સ્થળ પર મોટા પ્રમાણમાં ખનન થયું હોવાથી રોયલ્ટી ઈન્સ્પેક્ટરો દ્વારા માપણીની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આ બાદ એક્સકેવેટર મશીનના માલિક કરણાભાઈ ભાણાભાઈ ટોટા તથા ડમ્પરના માલિક ભરતભાઈ રૈયાભાઈ બાંભવાને દંડ ફટકારવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    ડાયણ કહીને હત્યા જેવી કુપ્રથાઓ રહેશે તો લોકશાહી ટકી શકશે:સુપ્રીમ કોર્ટે મહિલાની હત્યા કરનારની આજીવન કેદ યથાવત રાખી
    Next Article
    ગાળો બોલવાની ના પાડતા મહિલા વેપારી અને પરિવાર પર હુમલો:ગાંધીગ્રામમાં જેનિશ મહાજન આણી ટોળકીનો આતંક, પોલીસે કરી સરભરા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment