Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પંચમહાલ SOGએ 768 ગ્રામ એમ્બરગ્રીસ સાથે એક ઝડપ્યો:જપ્ત કરાયેલી એમ્બરગ્રીસની બજાર કિંમત 76 લાખ 80 હજાર રૂપિયા

    1 day ago

    પંચમહાલ SOG ટીમે 768 ગ્રામ શંકાસ્પદ વ્હેલ માછલીની ઉલ્ટી (એમ્બરગ્રીસ) સાથે એક ઇસમને ઝડપી પાડ્યો છે. આ જપ્ત કરાયેલી એમ્બરગ્રીસની બજાર કિંમત 76 લાખ 80 હજાર રૂપિયા આંકવામાં આવી છે. ગોધરા SOGને બાતમીદાર મારફતે મળેલી ચોક્કસ માહિતીના આધારે, ગોધરાના બામરોલી ચોકડી નજીક વોચ ગોઠવવામાં આવી હતી. બાતમી મુજબની હોન્ડા એક્ટિવા બાઇક આવતા તેને રોકવામાં આવી હતી. બાઇકના ચાલકની પૂછપરછ કરતા તેણે પોતાનું નામ સુરેશ રજનસિંહ બારીયા જણાવ્યું હતું. એક્ટિવાની ડેકીમાંથી એક પીળા રંગની પ્લાસ્ટિકની થેલીમાં સફેદ કલરની થેલીમાં મુકેલી શંકાસ્પદ વ્હેલ માછલીની ઉલ્ટી મળી આવી હતી. પ્રાથમિક પૂછપરછમાં સુરેશ બારીયાએ જણાવ્યું કે તેણે આ વ્હેલ માછલીની ઉલ્ટી વડોદરાથી લાવી હતી. તે આ ઉંચી કિંમતની વસ્તુ વેચીને કમિશન મેળવવા ગ્રાહકની શોધમાં હતો. શંકાસ્પદ એમ્બરગ્રીસના પરીક્ષણ માટે FSL અને રેન્જ ફોરેસ્ટ ઓફિસર, ગોધરાની ટીમે સ્થળ પર આવી તપાસ કરી હતી. ત્યારબાદ પકડાયેલા ઇસમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી માટે ફોરેસ્ટ વિભાગને સોંપવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની પસંદગી માટે ‘સેન્સ’ પ્રક્રિયા હાથ ધરાઈ:શાસકોને અહંકાર છે કે તેઓ જ આવશે, પણ જનતા કંટાળી છે તેમજ 30 વર્ષના શાસન અને જનતાની અવગણનાનો અંત આવશે - કોંગ્રેસ પ્રભારી હરિભાઈ ભરવાડ
    Next Article
    યુવાઓને તક ને વૃદ્ધોની હકાલપટ્ટી:સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી પહેલાં ભાજપનો મોટો દાવ, 60 પાર અને ત્રણ ટર્મ વાળા નેતાઓની ટિકિટ કાપવાની તૈયારી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment