Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરમાં SOGએ રૂ.6.67 લાખના ગેરકાયદે ફટાકડા ઝડપ્યા:બેડેશ્વરના ગોડાઉનમાંથી એક શખ્સ પકડાયો, ગોડાઉન સીલ કરાયું

    11 hours ago

    જામનગરમાં SOG એ દિવાળી પહેલા ગેરકાયદે ફટાકડાના સંગ્રહ સામે કાર્યવાહી કરી છે. બેડેશ્વરના એક ગોડાઉન પર દરોડો પાડી SOG ટીમે રૂ. 6.67 લાખથી વધુના ફટાકડાનો જથ્થો ઝડપ્યો છે. આ મામલે સચીન બચુભાઈ ભારાઈ નામના શખ્સ સામે ગુનો નોંધી ગોડાઉનને સીલ કરાયું છે. રાજકોટ રેન્જ ડીઆઈજી નિર્લિપ્ત રાય અને જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીની સૂચનાથી SOG ટીમ પેટ્રોલિંગમાં હતી. તેમને બાતમી મળી કે, સચીન ભારાઈ બેડેશ્વરમાં લાયસન્સ વગર ફટાકડાનો મોટો જથ્થો છુપાવીને રાખ્યો છે. પોલીસે દરોડો પાડતા ગોડાઉનમાંથી 392 બોક્સ ફટાકડા મળ્યા. ત્યાં ફાયર સેફ્ટીના કોઈ સાધનો નહોતા. રૂ. 6,67,830 નો મુદ્દામાલ જપ્ત કરી ગોડાઉનને સીલ કરાયું. આરોપી સચીન ભારાઈ (રહે. જામજોધપુર) વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા અને એક્સપ્લોઝિવ એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે.
    Click here to Read More
    Previous Article
    પોલીસ છીએ કહી યુવકને ધમકાવી 20 હજાર પડાવી લીધા:'તું ધંધા વાળી હોટેલમાં જાય છે ખોટા કેસમાં ફસાવી દઈશું', ઇસનપુરમાં બે શખ્સનું કારસ્તાન
    Next Article
    ધોળા દિવસે ગળે છરી રાખી પૈસા પડાવ્યા:ઠક્કરબાપાનગરમાં અસામાજિક તત્વોએ હથિયાર સાથે હોટેલમાં ઘૂસી તોડફોડ કરી, બે આરોપી ઝડપાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment