Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ધોળા દિવસે ગળે છરી રાખી પૈસા પડાવ્યા:ઠક્કરબાપાનગરમાં અસામાજિક તત્વોએ હથિયાર સાથે હોટેલમાં ઘૂસી તોડફોડ કરી, બે આરોપી ઝડપાયા

    11 hours ago

    અમદાવાદના ઠક્કરબાપાનગર ચાર રસ્તા પાસે આવેલી રાજદીપ હોટલમાં છ શખ્સોના ટોળાએ ઘાતક હથિયારો સાથે ત્રાસ મચાવ્યો હતો. હોટેલમાં રોકાયેલા ગ્રાહક અને સ્ટાફના ગળે છરી મૂકી રૂ.25,000ની લૂંટ ચલાવી ટીવી સહિતના સાધનોની તોડફોડ કરી આરોપીઓ ફરાર થઈ ગયા હતા. બનાવ અંગે જાણ થતાં કૃષ્ણનગર પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી તમામ 6 શખ્સોને પકડી પાડ્યા હતા, જેમાં 4 સગીર વયના હોવાનું સામે આવ્યું છે. ગળે છરી મૂકી રૂ.25,000ની લૂંટ કરી મૂળ રાજસ્થાનના ડુંગરપુરના રહેવાસી વિનોદ ડીંડોર ઠક્કરબાપાનગર ચાર રસ્તા પાસેના બળદેવ ચેમ્બરમાં આવેલી રાજદીપ હોટેલ ખાતે હિસાબ કિતાબનું કામકાજ કરે છે, જ્યારે હોટેલમાં બીજા સ્ટાફ પણ નોકરી કરે છે. હોટેલમાં અવારનવાર આવતો નિલેશ રાજપૂત નામનો યુવક 17 ઓક્ટોબરના રોજ રૂમ નંબર 8માં રોકાયો હતો. સાંજે ચાર વાગ્યાની આસપાસ છ જેટલા લોકો આવ્યા હતા અને અમારો મિત્ર તમારી હોટેલમાં રોકાયો છે, જેથી તેને મળવાનું છે તેમ કહી ઉપર જઈ તેને મળી વાતચીત કરીને પરત આવી ગયા હતા. થોડીવારમાં તમામ શખ્સો હાથમાં છરી અને ધારીયા જેવા હથિયારો સાથે આવ્યા હતા. નિલેશના રૂમમાં ગયા હતા અને ત્યાં તેના ગળા ઉપર છરી મૂકીને 25000 રૂપિયાની માંગણી કરી હતી પોલીસે 4 સગીર સહિત 6 આરોપીને પકડી પાડ્યાં વિનોદ ડીંડોર અને તેના અન્ય સ્ટાફને પણ ઘાતક હથિયાર બતાવી 25000 રૂપિયા માંગવામાં આવ્યા હતા, જેથી તેઓએ ડરીને તેમને પૈસા આપી દીધા હતા. ત્યારબાદ બીજા પૈસા આપવાની ના પાડતા હોટેલમાં રહેલા એલઇડી ટીવી અને મેમરી કાર્ડ ભરાવવાનો કેમેરો તોડી નાખવામાં આવ્યો હતો. આ બાબતે કૃષ્ણનગર પોલીસને જાણ કરવામાં આવતા કૃષ્ણનગર પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી હતી. પોલીસે આરોપીઓની ઓળખ કરી પકડી પાડતા તેમાંતી ચાર સગીર આરોપી નીકળ્યા હતા, જ્યારે બે પુખ્ત વયના હોવાથી તેમની ધરપકડ કરી લેવામાં આવી હતી. સ્થાનિક વિસ્તારમાં અસામાજિક તત્વોનો ત્રાસ વધ્યો સુત્રો પાસેથી મળતી માહિતી, મુજબ ઠક્કરબાપાનગર વિસ્તારમાં અસામાજિક તત્વો છેલ્લા કેટલાય સમયથી બેફામ બન્યા છે. અગાઉ પણ હત્યાનો બનાવ બન્યો હતો અને હવે હોટેલમાં ખુલ્લેઆમ ઘૂસી જઈને તોડફોડ કરી પૈસા પડાવવાની ઘટના બની છે. અગાઉ પણ એક વ્યક્તિ સાથે મારામારી કરી હોવાની ઘટના પણ બની હોવાનું જાણવા મળ્યું છે. આ વિસ્તારમાં અસામાજિક તત્વો બેફામ બનવા પાછળ કારણ ઠક્કરબાપાનગર ચાર રસ્તા પાસે આખી રાત ચાલતી લારીઓ છે જેથી ત્યાં લુખ્ખા તત્વો આવતા હોય છે.
    Click here to Read More
    Previous Article
    જામનગરમાં SOGએ રૂ.6.67 લાખના ગેરકાયદે ફટાકડા ઝડપ્યા:બેડેશ્વરના ગોડાઉનમાંથી એક શખ્સ પકડાયો, ગોડાઉન સીલ કરાયું
    Next Article
    બાબરામાં અનડીટેક્ટ ચોરીનો ભેદ ઉકેલાયો, 4 ઝડપાયા:6.05 લાખનો મુદ્દામાલ કબજે, 85,600 રોકડા મળ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment