Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બાબરામાં અનડીટેક્ટ ચોરીનો ભેદ ઉકેલાયો, 4 ઝડપાયા:6.05 લાખનો મુદ્દામાલ કબજે, 85,600 રોકડા મળ્યા

    10 hours ago

    અમરેલી પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ, અણઉકેલ ઘરફોડ ચોરીના ગુનાઓ ઉકેલવા પોલીસે ઝુંબેશ ચલાવી છે. SOG ટીમે બાબરામાં ચોરીનો ભેદ ઉકેલી ચાર લોકોને પકડ્યા છે. આરોપીઓ પાસેથી રોકડા રૂપિયા 85,600, ચાર મોબાઈલ ફોન અને હ્યુન્ડાઈ ગ્રાન્ડ i10 કાર સહિત કુલ 6,05,600 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. SOG ટીમને બાતમી મળી કે, બાબરા શાહ પેટ્રોલપંપ ચોકડી પાસે સફેદ ફોર-વ્હીલર કારમાં શંકાસ્પદ લોકો હતા. આ લોકો બાબરાના ગુના નંબર 11193008260533/2026 (BNS-2023, કલમ 305(એ)) મુજબ નોંધાયેલી ચોરીમાં સંડોવાયેલા હતા. બાતમી અને ટેકનિકલ માહિતીના આધારે SOGએ ચાર લોકોને પકડ્યા. પૂછપરછમાં ગુનો કબૂલ્યો. 6,05,600 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી બાબરા પોલીસ સ્ટેશનને સોંપાયા. પકડાયેલા આરોપીઓ અર્જુનભાઈ ઉર્ફે લાલો સેખલીયા, રાહુલભાઈ પરમાર, આકાશભાઈ સેખલીયા અને પડેશ ઉર્ફે રામો ડાભી છે. આમાંથી ત્રણ સામે અગાઉ પણ ગુના નોંધાયા છે.
    Click here to Read More
    Previous Article
    ધોળા દિવસે ગળે છરી રાખી પૈસા પડાવ્યા:ઠક્કરબાપાનગરમાં અસામાજિક તત્વોએ હથિયાર સાથે હોટેલમાં ઘૂસી તોડફોડ કરી, બે આરોપી ઝડપાયા
    Next Article
    દશેરા પહેલાં સુરત મનપાનુ આપણા જલેબીના સ્ટોલ પર ચેકિંગ:કતારગામના મટુકી સ્વિટ્સમાંથી સેમ્પલ લેવાયા, 9 ઝોનમાં વિક્રેતાઓ પર આરોગ્ય વિભાગના દરોડા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment