Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દશેરા પહેલાં સુરત મનપાનુ આપણા જલેબીના સ્ટોલ પર ચેકિંગ:કતારગામના મટુકી સ્વિટ્સમાંથી સેમ્પલ લેવાયા, 9 ઝોનમાં વિક્રેતાઓ પર આરોગ્ય વિભાગના દરોડા

    9 hours ago

    દશેરાના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે સુરત મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ અત્યારથી જ એક્શન મોડમાં આવી ગયું છે. સામાન્ય રીતે દર વખતે દશેરાના આગલા એક-બે દિવસ પહેલાં સેમ્પલ લેવાની કામગીરી શરૂ કરવામાં આવતી હોય છે, પરંતુ આ વખતે હજુ દશેરાને ત્રણથી ચાર દિવસની વાર છે ત્યારથી જ સુરત મહાનગરપાલિકાએ જલેબી અને ફાફડાના સેમ્પલો લેવાની કવાયત હાથ ધરી દીધી છે. રવિવારની રજા હોવા છતાં પણ અધિકારીઓએ ફિલ્ડમાં ઉતરીને શહેરભરમાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. લોકો વાનગીઓ આરોગી જશે ત્યારબાદ આરોગ્ય વિભાગનો રિપોર્ટ આવશે! સુરત મહાનગરપાલિકાના તમામ નવ ઝોનમાં ફાફડા અને જલેબીના વિક્રેતાઓને ત્યાં આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરાયું છે. આ તપાસ દરમિયાન નિયત ધોરણો મુજબ ફાફડા અને જલેબીના નમૂનાઓ કાચની બરણીમાં સીલ કરીને પૃથ્થકરણ માટે લેબમાં મોકલી આપવામાં આવ્યા છે. જોકે દર વખતની જેમ લોકોમાં એવી પણ ચર્ચા જોવા મળી રહી છે કે લોકો આ વાનગીઓ આરોગી જશે ત્યારબાદ આરોગ્ય વિભાગનો રિપોર્ટ સામે આવશે. તહેવાર ટાણે લોકોના આરોગ્ય સાથે કોઈ ચેડાં ન થાય તે માટે પાલિકાએ આ વખતે સમય કરતાં વહેલી તકે સેમ્પલિંગની કામગીરી આરંભી દીધી છે. મટુકી સ્વીટ્સ ખાતેથી ફાફડા અને જલેબીના સેમ્પલ લેવાયા સુરત મહાનગરપાલિકાના ફૂડ સેફ્ટી ઓફિસર એ. એન. પંડ્યાએ જણાવ્યું હતું કે, ગાંધીનગર સ્થિત FDCA દ્વારા આગામી દશેરાના તહેવાર નિમિત્તે અલગ-અલગ જગ્યાઓ પરથી સેમ્પલ લેવાની સૂચના આપવામાં આવી છે. સુરત મહાનગરપાલિકાના અલગ-અલગ વિસ્તારોમાંથી તહેવાર દરમિયાન લોકો દ્વારા આરોગવામાં આવતા ફાફડા અને જલેબીના નમૂના લેવાની કામગીરી આજ રોજ શરૂ કરવામાં આવી છે. પાલિકાના વિવિધ ઝોનમાં અલગ-અલગ ટીમ બનાવીને ફૂડ સેફ્ટી ઓફિસર્સ દ્વારા દશેરાના ચારથી પાંચ દિવસ અગાઉ જ આ કામગીરી હાથ ધરાઈ છે, જેથી સમયસર પૃથ્થકરણ થઈ શકે અને તેનો એનાલિસિસ રિપોર્ટ મેળવી શકાય. જેના ભાગરૂપે કતારગામ ઝોનમાં આવેલી મટુકી સ્વીટ્સ ખાતેથી ફાફડા અને જલેબીના સેમ્પલ પૃથ્થકરણ માટે લેવામાં આવ્યા છે.
    Click here to Read More
    Previous Article
    બાબરામાં અનડીટેક્ટ ચોરીનો ભેદ ઉકેલાયો, 4 ઝડપાયા:6.05 લાખનો મુદ્દામાલ કબજે, 85,600 રોકડા મળ્યા
    Next Article
    ગોધરા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે બાલિકા પૂજન:SP ડો.હરેશ દુધાતે શક્તિ સ્વરૂપે બાલિકાઓનું પૂજન કર્યું, માતૃશક્તિ પ્રત્યે આદર વ્યક્ત કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment