Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    SOG બાદ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કાર્યવાહી:59.41 લાખના કફસીરપના જથ્થા મામલે પ્રામા હેલ્થકેરનું લાયસન્સ રદ્દ

    10 hours ago

    અમદાવાદ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મુખ્ય પોસ્ટ ઓફિસમાંથી નશાકારક કફ સીરપનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યા બાદ ડ્રગ્સ કંટ્રોલ વિભાગે લાલ આંખ કરી છે. પોસ્ટલ પાર્સલ મારફતે દેશના અલગ-અલગ રાજ્યોમાં ગેરકાયદે રીતે કફ સીરપની બોટલો સપ્લાય કરવાના કૌભાંડનો પર્દાફાશ થતાં તંત્ર દ્વારા કડક પગલાં ભરવામાં આવ્યા છે. એસઓજીની ટીમે કરેલી સફળ કાર્યવાહી અને રજૂ કરેલા સત્તાવાર અહેવાલના આધારે ખોરાક અને ઔષધ નિયમન તંત્રે સરખેજ સ્થિત પ્રામા હેલ્થકેર પેઢીના 2 ડ્રગ્સ લાયસન્સ તાત્કાલિક અસરથી રદ કરી દીધા છે. રીલીફ રોડ GPOના ડિલીવરી સેન્ટર પર SOGનો દરોડો એસઓજી ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ જયેશ દેસાઈ અને તેમની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે ટપાલ અને પાર્સલ સેવાનો દુરુપયોગ કરીને કફ સીરપનો મોટો જથ્થો અન્ય રાજ્યોમાં રવાના કરવામાં આવી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે રીલીફ રોડ સ્થિત જનરલ પોસ્ટ ઓફિસ (GPO) ના ડિલીવરી સેન્ટર બિલ્ડિંગમાં આકસ્મિક દરોડો પાડ્યો હતો. આ સર્ચ ઓપરેશન દરમિયાન શંકાસ્પદ હાલતમાં પડેલા 34 જેટલા મોટા પાર્સલોની તપાસ કરવામાં આવતાં તેમાંથી પ્રતિબંધિત અને નશાકારક કફ સીરપની કુલ 5,050 બોટલો મળી આવી હતી. 59.41 લાખનો મુદ્દામાલ ઉત્તર-પૂર્વના રાજ્યોમાં મોકલવાની તૈયારી હતી પોલીસે બજારમાં અંદાજે 59.41 લાખ રૂપિયાની કિંમત ધરાવતી કફ સીરપની આ તમામ બોટલો જપ્ત કરી આગળની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી. પાર્સલ પર લખાયેલી વિગતો અને બુકિંગ દસ્તાવેજોની ચકાસણી કરતાં સામે આવ્યું હતું કે આ તમામ પાર્સલો ભારતના પૂર્વોત્તર રાજ્યો જેવા કે આસામ, ત્રિપુરા અને મિઝોરમ ઉપરાંત ઉત્તર પ્રદેશમાં મોકલવા માટે તૈયાર કરવામાં આવ્યા હતા. કોઈપણ યોગ્ય મેડિકલ પ્રિસ્ક્રિપ્શન કે માન્ય પરવાનગી વિના આટલા મોટા જથ્થામાં કફ સીરપની આંતરરાજ્ય હેરાફેરી કરવા પાછળ નશાના કાળા કારોબારનો સ્પષ્ટ હેતુ છતો થયો હતો. અહેવાલ બાદ સરખેજની પ્રામા હેલ્થકેરના 2 લાયસન્સ સસ્પેન્ડ તપાસ દરમિયાન બહાર આવ્યું હતું કે આ તમામ શંકાસ્પદ પાર્સલો 'પ્રામા હેલ્થકેર' પેઢી દ્વારા બુક કરાવવામાં આવ્યા હતા. એસઓજી દ્વારા આ સમગ્ર ગેરરીતિ અને કાયદાના ઉલ્લંઘન અંગે ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશનને વિગતવાર રિપોર્ટ સોંપવામાં આવ્યો હતો. આ અહેવાલના આધારે ડ્રગ્સ વિભાગે કડક વલણ દાખવીને તાત્કાલિક ધોરણે સરખેજ ખાતે આવેલી પ્રામા હેલ્થકેરના બંને ડ્રગ્સ લાયસન્સ રદ કરવાનો આખરી હુકમ કર્યો છે, જેથી નિયમો નેવે મૂકી ગેરકાયદે સપ્લાય કરતાં અન્ય વેપારીઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે.
    Click here to Read More
    Previous Article
    સોમનાથ મહાદેવને શ્રાવણ કૃષ્ણ ષષ્ઠીએ સુકામેવાનો દિવ્ય શૃંગાર:તડકા-તાપ સહન કર્યા પછી ફળ સુકોમેવો બને તેમ, સંઘર્ષ બાદ કલ્યાણનો સંદેશ મળ્યો
    Next Article
    ગોધરા ક્રાઈમ અપડેટ:સાંકલી ગામે પારિવારિક ઝઘડામાં 6 સામે ગુનો, 1.28 લાખની સાયબર ઠગાઈ; કંકુથાભલામાં જુગાર રમતા 3 ઝડપાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment