Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સોમનાથ મહાદેવને શ્રાવણ કૃષ્ણ ષષ્ઠીએ સુકામેવાનો દિવ્ય શૃંગાર:તડકા-તાપ સહન કર્યા પછી ફળ સુકોમેવો બને તેમ, સંઘર્ષ બાદ કલ્યાણનો સંદેશ મળ્યો

    10 hours ago

    પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવને શ્રાવણ કૃષ્ણ ષષ્ઠીના દિવસે સુકામેવાનો શૃંગાર કરવામાં આવ્યો હતો. આ શૃંગારના દર્શન માટે હજારો શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. સોમનાથ મહાદેવના જ્યોતિર્લિંગને વિવિધ ડ્રાયફ્રૂટ્સ અને સુકામેવા દ્વારા શણગારવામાં આવ્યા હતા. ભક્તોએ અનુભવ્યું કે આ શૃંગાર પાછળ માનવજીવનને સ્પર્શતો એક આધ્યાત્મિક સંદેશ પણ છે. જેમ કોઈ સામાન્ય ફળ આકરા તડકા અને કઠિન પ્રક્રિયામાંથી પસાર થયા બાદ પોષણથી ભરપૂર સુકોમેવો બને છે, તેમ માનવજીવનમાં આવતા સંઘર્ષો અને મુશ્કેલીઓ જીવનને મજબૂત બનાવે છે. જે વ્યક્તિ પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં ધીરજ અને શ્રદ્ધા રાખે છે, તેને અંતે આત્મબળ અને શાંતિ મળે છે. મહાદેવના આ શૃંગાર દ્વારા ભક્તોને તપ, ત્યાગ, સમર્પણ અને અડગ વિશ્વાસની પ્રેરણા મળી. આ શૃંગાર દ્વારા એવો સંદેશ પ્રસરી રહ્યો હતો કે સંસારના સુખ-દુઃખ વચ્ચે મનોબળ ન ગુમાવવું અને ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા અવિચળ રાખવી. પવિત્ર શ્રાવણ માસ દરમિયાન દેશ-વિદેશથી મોટી સંખ્યામાં શિવભક્તો સોમનાથ પહોંચ્યા છે. શ્રાવણ કૃષ્ણ ષષ્ઠીના દિવસે સુકામેવાના શૃંગારના દર્શન કરી ભક્તોએ શાંતિનો અનુભવ કર્યો. મંદિર પરિસરમાં દિવસભર ‘હર હર મહાદેવ’ અને ‘બમ બમ ભોલે’ના જયઘોષથી ભક્તિનો માહોલ છવાઈ ગયો હતો.
    Click here to Read More
    Previous Article
    રિક્ષામાં ઉલટીનું નાટક કરી ચોરી કરનાર ઝડપાયો:નિંદ્રાધીન પત્નીનાં માથા પર પતિએ મોબાઇલનો છૂટો ઘા કરી ઢીકાપાટુનો માર માર્યો, 28 વર્ષીય યુવકે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો
    Next Article
    SOG બાદ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કાર્યવાહી:59.41 લાખના કફસીરપના જથ્થા મામલે પ્રામા હેલ્થકેરનું લાયસન્સ રદ્દ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment