Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રિક્ષામાં ઉલટીનું નાટક કરી ચોરી કરનાર ઝડપાયો:નિંદ્રાધીન પત્નીનાં માથા પર પતિએ મોબાઇલનો છૂટો ઘા કરી ઢીકાપાટુનો માર માર્યો, 28 વર્ષીય યુવકે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો

    10 hours ago

    રાજકોટનાં અંબાજી કડવા પ્લોટ શેરી નં.7/2 માં રહેતા 42 વર્ષીય વૈશાલીબા ઉપર તેમના પતિ વિરેન્દ્રસિંહ જાડેજાએ હુમલો કર્યો હતો. મહિલા નીચેના ભાગે દીકરી સાથે રહે છે અને પતિ ઉપરના માળે રહે છે. લગ્ન બાદ પતિ નાની-નાની વાતમાં ઝઘડો કરી શારીરિક અને માનસિક ત્રાસ આપતો હોવાથી પરિણીતાએ 3 જુલાઈ 2025નાં મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. તેમ છતાં ત્રાસ ચાલુ રહ્યો હતો. ગઈકાલે રાત્રે વૈશાલીબા સૂતા હતા ત્યારે પતિએ આવીને કોઈ વાત કર્યા વિના માથામાં મોબાઈલ મારી ઢીકાપાટુનો મારમાર્યો હતો, જેમાં તેમને માથા અને હોઠ પર ઈજા થઈ હતી. દીકરી જાગી જતાં પતિ ભાગી ગયો હતો. ત્યારબાદ દીકરીએ 112 પર ફોન કરી પોલીસ બોલાવી હતી. અને 108ને જાણ કરી હતી. 108ની ટીમ પાસે સારવાર લીધા બાદ પરિણીતાએ મહિલા પોલીસ મથકમાં આ અંગેની ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્ટીનું નાટક કરી રિક્ષામાં મુસાફરના રૂ.50 હજાર સેરવી લેનાર ગેંગનો સાગરીત ઝડપાયો રાજકોટનાં કુવાડવા રોડ પર રણછોડદાસજી આશ્રમ પાસેથી રિક્ષામાં બેઠેલા વાંસજાળીયા ગામના મહેન્દ્રભાઇ મકવાણા નામના પ્રૌઢના ખિસ્સામાંથી ઉલ્ટી-ઉબકાનું નાટક કરી રૂ.50 હજારની રોકડ સેરવી લેવાના બનાવમાં બી ડિવિઝન પોલીસે એક આરોપીને ઝડપી લીધો છે. દીકરીને લેપટોપ અપાવવા નીકળેલા પ્રૌઢ રિક્ષામાં બેઠા ત્યારે પાછળ બેઠેલા શખ્સોએ ઉલ્ટીનું નાટક કરી નજર ચૂકવી ચોરી કરી હતી. બાદમાં સામાન પડી ગયાનું બહાનું કાઢીને આરોપીઓ ફરાર થઈ ગયા હતા.બી ડિવિઝન પોલીસની ટીમે બાતમીના આધારે રીક્ષા ગેંગના સાગરીત 44 વર્ષીય ધનજી ઉર્ફે ધનો ગેડાણીને ઝડપી પાડ્યો છે. હાલ પોલીસે તેની પાસેથી રૂ.1.25 લાખની સીએનજી રિક્ષા અને રૂ.15 હજાર રોકડા મળી કુલ રૂ.1.40 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પૂછપરછ દરમિયાન સાથીદારો તરીકે મોહિત ચૌહાણ અને સંજય ચૌહાણના નામ ખુલતાં પોલીસે તેમને શોધી કાઢવા તપાસ હાથ ધરી છે. કાલાવડ રોડ પર આંબેડકરનગરમાં 28 વર્ષીય યુવકે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો રાજકોટના કાલાવડ રોડ પર જડુશ હોટલ પાસે આવેલા આંબેડકરનગરમાં રહેતા 28 વર્ષીય રાહુલભાઈ પરમાર નામના યુવકે ઘરે કોઈ હાજર ન હતું ત્યારે પંખામાં દોરી બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો. બનાવ સમયે મોટી બહેન ઘરે આવતાં ભાઈને લટકતો જોઈને બૂમાબૂમ કરી હતી. આસપાસના લોકોએ એકઠા થઈ મૃતદેહને નીચે ઉતાર્યો હતો અને 108ને જાણ કરી હતી. ત્યારબાદ આ યુવકને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાં રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનનો કાફલો સિવિલ હોસ્પિટલ દોડી ગયો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી કરી હતી. મૃતક રાહુલ એક ભાઈ અને એક બહેનમાં નાનો હતો, જ્યારે તેના પિતા મજૂરીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. આપઘાતનું ચોક્કસ કારણ જાણવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. માલવિયાનગર પોલીસે 'તેરા તુજકો અર્પણ' અંતર્ગત નાગરિકોને રૂ. 9.17 લાખનો મુદ્દામાલ પરત સોંપ્યો રાજકોટના માલવિયાનગર પોલીસ સ્ટેશન દ્વારા "તેરા તુજકો અર્પણ" કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત સાયબર ફ્રોડથી ગુમાવેલ નાણાં, ગુમ થયેલા મોબાઈલ ફોન અને ચોરી થયેલ વાહન સહિત કુલ રૂ. 9,17,996 નો મુદ્દામાલ તેના મૂળ માલિકોને પરત સોંપવામાં આવ્યો હતો. પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝાના માર્ગદર્શન હેઠળ આ કામગીરી કરાઈ હતી. પરત કરાયેલા મુદ્દામાલમાં સાયબર ફ્રોડના 28 લાભાર્થીઓને રૂ. 5,06,996 રોકડ, 23 લાભાર્થીઓને રૂ. 3,35,000ની કિંમતના ગુમ થયેલા મોબાઈલ ફોન તથા 1 લાભાર્થીને રૂ. 75,000 ની કિંમતનું ચોરી થયેલું વાહન પરત કરવામાં આવ્યું હતું. આ કામગીરીમાં પી.એસ.આઈ. એમ.જે. ધાંધલ સહિત માલવિયાનગર પોલીસ ટીમ જોડાઈ હતી. પોતાની રોકડ અને વસ્તુઓ પરત મળતા નાગરિકોએ પોલીસનો આભાર માન્યો હતો.
    Click here to Read More
    Previous Article
    ગુજરાત પોલીસમાં 500 નવી જગ્યાઓ મંજૂર:ડ્રાઇવર કોન્સ્ટેબલની થશે ભરતી, મોટર ટ્રાન્સપોર્ટ વિભાગમાં ક્લાસ-3ની જગ્યાઓ ઊભી કરાશે; ₹31.16 કરોડથી વધુની જોગવાઈ
    Next Article
    સોમનાથ મહાદેવને શ્રાવણ કૃષ્ણ ષષ્ઠીએ સુકામેવાનો દિવ્ય શૃંગાર:તડકા-તાપ સહન કર્યા પછી ફળ સુકોમેવો બને તેમ, સંઘર્ષ બાદ કલ્યાણનો સંદેશ મળ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment