Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોધરા ક્રાઈમ અપડેટ:સાંકલી ગામે પારિવારિક ઝઘડામાં 6 સામે ગુનો, 1.28 લાખની સાયબર ઠગાઈ; કંકુથાભલામાં જુગાર રમતા 3 ઝડપાયા

    10 hours ago

    ગોધરા તાલુકા અને શહેરમાં ત્રણ અલગ-અલગ ગુના બન્યા છે. જેમાં સાંકલી ગામે પારિવારિક ઝઘડામાં તોડફોડ અને ધમકી, ગોધરામાં મોબાઈલ હેક કરીને ₹1.28 લાખની સાયબર ઠગાઈ અને કંકુથાભલા ગામે જાહેરમાં જુગાર રમતા ત્રણ લોકોની ધરપકડનો સમાવેશ થાય છે. સાંકલી ગામે પારિવારિક ઝઘડો ઉગ્ર બન્યો ગોધરા તાલુકાના સાંકલી ગામે પારિવારિક ઝઘડો ઉગ્ર બન્યો હતો. પુત્રવધૂ અને તેના પિયરપક્ષના લોકોએ સાસરીયાના ઘરે આવીને ગાળાગાળી કરી હતી. તેમણે ઘરમાં તોડફોડ કરી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે ફરિયાદ નોંધાઈ છે. ગોધરા તાલુકા પોલીસે પુત્રવધૂ સહિત કુલ 6 લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. 48 વર્ષીય નોકરિયાત વ્યક્તિ સાથે 1.28 લાખની સાયબર ઠગાઈ બીજી તરફ, ગોધરા શહેરમાં સાયબર ઠગાઈનો બનાવ સામે આવ્યો છે. બામરોલી રોડ પર રહેતા 48 વર્ષીય નોકરિયાત યુવકનો મોબાઈલ હેક કરીને તેના બે અલગ-અલગ બેંક ખાતામાંથી કુલ ₹1.28 લાખ ઉપાડી લેવામાં આવ્યા હતા. બેંક ઓફ બરોડાના ખાતામાંથી ₹90 હજાર અને ગુજરાત ગ્રામીણ બેંકના ખાતામાંથી ₹38 હજારની ઓનલાઈન છેતરપિંડી થઈ હતી. આ મામલે ગોધરા ટાઉન ‘એ’ ડિવિઝન પોલીસે અજાણ્યા શખ્સ સામે આઈટી એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. કંકુથાભલા ગામે જુગાર રમતા 3 ઝડપાયા ત્રીજા બનાવમાં, ગોધરા તાલુકાના કંકુથાભલા ગામે જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમતા ત્રણ શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે દરોડા દરમિયાન અમરસિંહ પટેલીયા, ગોપાલભાઈ મંડોળ અને કમલેશ ઉર્ફે ભુરો પટેલને પકડ્યા હતા. તેમની પાસેથી દાવ પર મુકેલા ₹270, અંગઝડતીમાંથી ₹780 અને ગંજીપાના મળી કુલ ₹1,050નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ મામલે ગોધરા તાલુકા પોલીસ મથકે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    SOG બાદ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કાર્યવાહી:59.41 લાખના કફસીરપના જથ્થા મામલે પ્રામા હેલ્થકેરનું લાયસન્સ રદ્દ
    Next Article
    'મંત્રીઓ મંચ પરથી વાતો કરે, દીકરીઓ પાણી માટે વલખાં મારે':સમરસ હોસ્ટેલમાં AAP મહિલા કોર્પોરેટરની સરપ્રાઇઝ વિઝિટ, ભોજનમાં ઈયળો બાદ હવે રસોડામાંથી સડેલા શાકભાજી પકડાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment