Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'મંત્રીઓ મંચ પરથી વાતો કરે, દીકરીઓ પાણી માટે વલખાં મારે':સમરસ હોસ્ટેલમાં AAP મહિલા કોર્પોરેટરની સરપ્રાઇઝ વિઝિટ, ભોજનમાં ઈયળો બાદ હવે રસોડામાંથી સડેલા શાકભાજી પકડાયા

    10 hours ago

    સુરત સ્થિત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) કેમ્પસમાં આવેલી રાજ્ય સરકાર સંચાલિત સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં વિદ્યાર્થિનીઓના સ્વાસ્થ્ય અને પ્રાથમિક સુવિધાઓ સાથે ઘોર ચેડાં થતાં હોવાની ચોંકાવનારી વાસ્તવિકતા સામે આવી છે. આશરે 7 દિવસ પહેલાં ભોજનમાંથી ઈયળો નીકળવાની ગંભીર ઘટના પ્રકાશમાં આવી હોવા છતાં તંત્રના પેટનું પાણી હલ્યું નથી. હોસ્ટેલ પ્રશાસનની ઘોર બેદરકારી વચ્ચે સ્થિતિનો તાગ મેળવવા સુરત મહાનગરપાલિકાના આમ આદમી પાર્ટીના મહિલા કોર્પોરેટરો રચના હીરપરા અને અસ્મિતા ધોરાજીયાએ અચાનક સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું. આ તપાસ દરમિયાન રસોડામાં સડેલાં શાકભાજી, ખુલ્લો મુકાયેલો અખાદ્ય ખોરાક અને પાણીની ગંભીર કટોકટી જેવી ચોંકાવનારી ક્ષતિઓ સામે આવતાં તંત્ર સામે આકરા સવાલો ઊભા થયા છે. રસોડામાં સડેલાં શાકભાજી અને ખુલ્લા મસાલા વચ્ચે રસોઈ હોસ્ટેલ પરિસર અને કિચનની તપાસ બાદ કોર્પોરેટર અસ્મિતા ધોરાજીયાએ આક્ષેપ કર્યો હતો કે ભોજનમાં ઈયળો મળ્યાના અઠવાડિયા બાદ પણ તંત્રની નીતિમાં કોઈ સકારાત્મક બદલાવ આવ્યો નથી. રસોડાની મુલાકાત વેળાએ રાંધવા માટે રાખેલા શાકભાજી સડી ગયેલી હાલતમાં જોવા મળ્યા હતા. આ ઉપરાંત ગોળ અને અન્ય રસોઈ મસાલા ઢાંક્યા વગર ખુલ્લા મૂકી રખાયા હતા, જેના પર માખીઓ અને મચ્છરોનો ઉપદ્રવ જોવા મળ્યો હતો. વિદ્યાર્થિનીઓએ બપોરે 1.30 વાગ્યા પછી જમવાનું ન અપાતું હોવાની ફરિયાદ કરી હતી, જ્યારે રસોઈ સ્ટાફે બચાવ કરતાં જણાવ્યું હતું કે આ ભોજન મોડી આવતી વિદ્યાર્થીનીઓ માટે રાખવામાં આવ્યું છે. જોકે આટલો બધો ખોરાક સુરક્ષિત રીતે ઢાંકવાને બદલે અસ્વચ્છ સ્થિતિમાં ખુલ્લો કેમ રખાયો તે અંગે સ્ટાફ કોઈ સંતોષકારક ખુલાસો કરી શક્યો નહોતો. સ્નાન કરવા માટે માત્ર 1 કલાક પાણી હોસ્ટેલમાં રહેતી સેંકડો વિદ્યાર્થિનીઓ માટે પાયાની જરૂરિયાત સમાન પાણી માટે પણ અત્યંત વિચિત્ર નિયમો લાદવામાં આવ્યા હોવાનો ખુલાસો થયો છે. કોર્પોરેટર રચના હીરપરાએ જણાવ્યું હતું કે દીકરીઓને સવારે માત્ર 7 થી 8 વાગ્યા સુધીના 1 જ કલાક દરમિયાન સ્નાન અને વપરાશ માટે પાણી આપવામાં આવે છે. જો કોઈ વિદ્યાર્થિની નિર્ધારિત સમયમર્યાદામાં પાણી ન ભરી શકે કે સ્નાન ન કરી શકે, તો તેણે સમગ્ર દિવસ પાણી વગર વિતાવવું પડે છે. રાજ્ય સરકાર સંચાલિત હોસ્ટેલમાં સેંકડો વિદ્યાર્થીનીઓ માટે 24 કલાક પૂરતું વપરાશનું પાણી પણ ઉપલબ્ધ ન હોવું તે વહીવટી તંત્ર માટે અત્યંત શરમજનક બાબત છે. જવાબદાર અધિકારીઓ ગાયબ, સરકારની કામગીરી સામે રોષ સરકારી હોસ્ટેલમાં વિદ્યાર્થિનીઓની કફોડી હાલત અંગે ભારે આક્રોશ વ્યક્ત કરતાં તેમણે જણાવ્યું હતું કે આરોગ્ય મંત્રી અને સત્તાધીશો માત્ર સ્ટેજ પરથી મોટી-મોટી વાતો કરે છે, પરંતુ દીકરીઓ માટેની હોસ્ટેલમાં પીવાના અને વપરાશના પાણીની પણ યોગ્ય સુવિધા નથી. જ્યારે હોસ્ટેલના મુખ્ય જવાબદાર વહીવટી અધિકારી કોણ છે અને આ ગેરવ્યવસ્થા માટે કોણ જવાબદાર છે તે અંગે માહિતી માંગવામાં આવી ત્યારે ત્યાં હાજર સ્ટાફે ગોળ-ગોળ જવાબો આપીને પોતાની જવાબદારીમાંથી છટકી જવાનો પ્રયાસ કર્યો હતો. સ્થાનિક નેતાઓએ માંગ કરી છે કે ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર આવીને આ બદતર સ્થિતિનું નિરીક્ષણ કરે અને જવાબદારો સામે ત્વરિત કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે.
    Click here to Read More
    Previous Article
    ગોધરા ક્રાઈમ અપડેટ:સાંકલી ગામે પારિવારિક ઝઘડામાં 6 સામે ગુનો, 1.28 લાખની સાયબર ઠગાઈ; કંકુથાભલામાં જુગાર રમતા 3 ઝડપાયા
    Next Article
    વેરાવળમાં જરૂરિયાતમંદ પરિવારોને વિનામૂલ્યે ફરસાણ-મીઠાઈ અપાઈ:સામાજિક અગ્રણી અરુણભાઈ જેબર દ્વારા સતત પાંચમા વર્ષે સાતમ-આઠમ નિમિત્તે કાર્યક્રમ યોજાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment