Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    5 હજાર ઈન્ટરનેશનલ મેચોવાળી પ્રથમ ફોર્મેટ બની વનડે:ભારત સૌથી વધુ રમ્યું, ઓસ્ટ્રેલિયા જીતમાં આગળ; સચિન રનનો બાદશાહ, કોહલી સદીઓનો કિંગ

    1 day ago

    ઈન્ટરનેશનલ ક્રિકેટમાં પ્રથમ વખત કોઈ ફોર્મેટમાં 5 હજાર મેચ પૂરી થઈ છે. આ સિદ્ધિ વનડેને મળી છે. જે સ્કોટલેન્ડમાં હમણાં કોમનવેલ્થ ગેમ્સ યોજાઈ હતી ત્યાં જ 5000મી વનડે મેચ પણ રમાઈ હતી. શુક્રવારે સ્કોટલેન્ડ અને કેનેડા વચ્ચે રમાયેલી આ મેચ સ્કોટલેન્ડે 9 રનથી જીતી લીધી. વનડે ફોર્મેટ 1971માં અસ્તિત્વમાં આવ્યું. ટેસ્ટ ક્રિકેટ શરૂ થયાના 94 વર્ષ પછી. ટેસ્ટ હજુ 3000 મેચના આંકડા સુધી પણ પહોંચી નથી અને વનડેએ 5 હજાર મેચની સફર પૂરી કરી લીધી છે. 1971થી અત્યાર સુધી 55 વર્ષમાં 29 દેશોએ વનડે રમી. આ જ ફોર્મેટમાંથી વર્લ્ડ કપનો કોન્સેપ્ટ આવ્યો અને આ જ ફોર્મેટમાં ભારત પ્રથમ વખત ચેમ્પિયન પણ બન્યું. વનડે ઇન્ટરનેશનલમાં સૌથી વધુ મેચ કોણે રમી, સૌથી વધુ જીત કઈ ટીમને મળી, સૌથી વધુ રન અને સદી કોણે બનાવ્યા, બોલિંગમાં સૌથી આગળ કોણ છે? આ બધા સવાલોના જવાબ આગળ મળશે… 1. 1877માં પ્રથમ ઈન્ટરનેશનલ મેચ રમાઈ હતી ક્રિકેટનું પહેલું ફોર્મેટ ટેસ્ટ છે. 1877માં પહેલી ટેસ્ટ મેચ રમાઈ હતી. અત્યાર સુધીમાં 2629 ટેસ્ટ મેચ રમાઈ ચૂકી છે. જ્યારે ટી-20ની શરૂઆત 2004માં થઈ હતી. 2. ભારત 575 મેચ જીત્યું ભારતે 1081 વનડેમાં 575 મેચ જીતી. મેચોની દ્રષ્ટિએ ઓસ્ટ્રેલિયા બીજા સ્થાને છે, જ્યારે જીતની દ્રષ્ટિએ પહેલા સ્થાને છે. ઓસ્ટ્રેલિયાને 1025 મેચોમાં 619માં જીત મળી. પાકિસ્તાન ત્રીજા સ્થાને છે. તેણે 1002 મેચ રમી અને 529માં જીત નોંધાવી. 3. પાકિસ્તાન વિદેશમાં ભારત કરતાં વધુ મેચ જીત્યું ઓસ્ટ્રેલિયા અને ભારતે ઘરઆંગણે સૌથી વધુ મેચ જીતી છે. ઓસ્ટ્રેલિયાને 298, ભારતને 235 મેચમાં જીત મળી. જોકે, વિદેશમાં જીતના મામલે ભારત, પાકિસ્તાનથી પાછળ છે. પાકિસ્તાને વિદેશમાં 395, જ્યારે ભારતે 340 મેચ જીતી છે. 4. ઓસ્ટ્રેલિયા 6 વખત વર્લ્ડ કપ જીત્યું વનડે વર્લ્ડ કપની 13 આવૃત્તિઓ રમાઈ ચૂકી છે. ઓસ્ટ્રેલિયાએ સૌથી વધુ 6 ટ્રોફી જીતી છે. ભારત અને વેસ્ટ ઈન્ડિઝના નામે 2-2 ખિતાબ છે. 5. સચિને 463 મેચ રમ્યા સચિને વનડેમાં સૌથી વધુ 463 વનડે મેચ રમ્યા છે. આ યાદીમાં શ્રીલંકાના ચાર, પાકિસ્તાનના 3, ભારતના 2 અને ઓસ્ટ્રેલિયાના એક ખેલાડીનો સમાવેશ થાય છે. 6. ટોપ-10 રન સ્કોરરમાં ચાર ભારતીય વનડેમાં સૌથી વધુ રન બનાવનારા ટોપ-10 ખેલાડીઓમાં ચાર ભારતીય સામેલ છે. સચિન પહેલા, કોહલી બીજા, રોહિત શર્મા ત્રીજા અને સૌરવ ગાંગુલી ચોથા સ્થાને છે. 7. કોહલી, સચિન, રોહિતના સૌથી વધુ સદી કોહલીએ વનડેમાં સૌથી વધુ 54 સદી ફટકારી છે. સચિન 49 સદી સાથે બીજા, જ્યારે રોહિત 34 સદી સાથે ત્રીજા સ્થાને છે. રિકી પોન્ટિંગ 30 સદી સાથે ચોથા નંબર પર છે. 8. મુરલીધરને 534 વિકેટ લીધી શ્રીલંકાના મુથૈયા મુરલીધરને વનડેમાં સૌથી વધુ વિકેટ લીધી છે. તેમણે 350 મેચમાં 534 વિકેટ લીધી છે. સૌથી વધુ 5 વિકેટ હોલનો રેકોર્ડ પાકિસ્તાનના વકાર યુનુસના નામે છે. તેમણે 13 વખત એક ઇનિંગ્સમાં 5 કે તેથી વધુ વિકેટ લીધી છે. 9. કેપ્ટનશીપનો રેકોર્ડ રિકી પોન્ટિંગના નામે સૌથી વધુ વનડે મેચોમાં કેપ્ટનશીપનો રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના રિકી પોન્ટિંગના નામે છે. તેમણે કેપ્ટન તરીકે 230 વનડે મેચ રમી અને સૌથી વધુ 165 મેચ જીતી છે. 10. રોહિતનો હાઈએસ્ટ સ્કોર, ધોની સ્ટમ્પિંગમાં આગળ વનડેનો હાઈએસ્ટ સ્કોર રોહિતના નામે છે. તેમણે 2014માં શ્રીલંકા સામે એક ઇનિંગ્સમાં 264 રન બનાવ્યા હતા. તેઓ 3 બેવડી સદી ફટકારનાર એકમાત્ર ખેલાડી છે. સૌથી વધુ 369 છગ્ગાનો રેકોર્ડ પણ તેમના નામે છે. સચિને સૌથી વધુ પ્લેયર ઓફ ધ મેચ અને સિરીઝનો ખિતાબ જીત્યો. ધોનીએ સૌથી વધુ 123 સ્ટમ્પિંગ કરી.
    Click here to Read More
    Previous Article
    Kamika Ekadashi 2026: आज या कल कब है कामिका एकादशी? जान लें सही तारीख, मुहूर्त और पूजा विधि
    Next Article
    લુધિયાણામાં ટેકઓફ પહેલાં વિમાનમાંથી આવ્યો જોરદાર અવાજ:પાયલટે ફ્લાઇટ પાછી વાળી; 4 કલાક એરપોર્ટ પર ફસાયા મુસાફરો

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment