Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નકલી પનીર-ચીઝનું વેચાણ અટકાવવા SOG મેદાને:'ગોવાલીયા ફુડ પ્રોડક્ટ'માંથી 550 કિલો જથ્થાનો નાશ, સંચાલકની વિરુદ્ધ કાર્યવાહી શરૂ

    1 day ago

    રાજકોટમાં નાગરિકોના આરોગ્ય સાથે ચેડા કરતા અને ભેળસેળયુક્ત તેમજ પ્રતિબંધિત ખાદ્ય પદાર્થોનું ઉત્પાદન, સંગ્રહ તથા વેચાણ કરતા તત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે. લોકસ્વાસ્થ્યની સુરક્ષાને પ્રાથમિકતા આપીને આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર રોક લગાવવા માટે તંત્ર દ્વારા ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. ઝુંબેશના ભાગરૂપે SOG અને ફૂડ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલા સંયુક્ત ઓપરેશનમાં પ્રતિબંધિત એનાલોગ પનીર અને ચીઝનો મોટો જથ્થો ઝડપી પાડવામાં સફળતા મળી છે. પોલીસે 550 કિલો જથ્થાનો નાશ કરી જરૂરી નમુના લેબોરેટરી ખાતે મોકલાવી પેઢી સંચાલક 53 વર્ષીય અશોકભાઇ જેન્તલાલ દલવાડી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રતિબંધિત એનાલોગ પનીર, ચીઝનું ઉત્પાદન અને સંગ્રહ પોલીસ વિભાગને મળેલી બાતમીના આધારે આ સમગ્ર કામગીરી પાર પાડવામાં આવી હતી. આજે એસઓજી વિભાગની ટીમ જ્યારે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી, ત્યારે તેમને ચોક્કસ માહિતી મળી હતી કે અણીયારા ગામ પાસે આવેલા ડી.કે. ઇન્ડ્રસ્ટ્રીયલ એરીયાના પ્લોટ નંબર 2માં આવેલ 'ગોવાલીયા ફુડ પ્રોડક્ટ' નામની ફેક્ટરીમાં માનવ આરોગ્ય માટે હાનિકારક અને પ્રતિબંધિત એવા એનાલોગ પનીર તથા ચીઝનું ઉત્પાદન અને સંગ્રહ કરવામાં આવી રહ્યો છે. ગોવાલીયા ફુડ પ્રોડક્ટના સંચાલક વિરુદ્ધ કાર્યવાહી શરૂ બાતમીના આધારે પોલીસ ટીમે ત્વરિત કાર્યવાહી કરીને કાયદાકીય પ્રોટોકોલ મુજબ ફૂડ વિભાગના અધિકારીને સાથે રાખીને ફેક્ટરી પર સરપ્રાઈઝ રેડ કરી હતી. દરોડા દરમિયાન ફેક્ટરીમાંથી મોટા પ્રમાણમાં બિનઅધિકૃત એનાલોગ ચીઝ અને પનીરનો સ્ટોક મળી આવ્યો હતો. તપાસ દરમિયાન ગોવાલીયા ફુડ પ્રોડક્ટના સંચાલક રાજકોટનાં 53 વર્ષીય અશોકભાઇ જેન્તલાલ દલવાડી હોવાનું સામે આવ્યું હતું. જેને લઈ પોલીસે ફૂડ વિભાગ અધિકારીઓની મદદથી ફેક્ટરીમાંથી ખાદ્ય પદાર્થોના જરૂરી સેમ્પલ લઈને તેને આગળની ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે અને કાયદેસરની ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 150 કિલોગ્રામ એનાલોગ પનીર જપ્ત સ્થળ પરથી મળી આવેલા જથ્થાની ગણતરી કરતા 400 કિલોગ્રામ એનાલોગ ચીઝ (જેની અંદાજિત કિંમત રૂ. 1,55,000) અને 150 કિલોગ્રામ એનાલોગ પનીર (જેની અંદાજિત કિંમત રૂ. 30,000) મળી આવ્યું હતું. આમ, કુલ રૂ. 1,85,000 ની કિંમતનો 550 કિલોગ્રામથી વધુનો પ્રતિબંધિત જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો. નાગરિકોના સ્વાસ્થ્ય સાથે કોઈ સમાધાન ન થાય તે હેતુથી ફૂડ વિભાગની હાજરીમાં કાયદેસરની પ્રક્રિયા હાથ ધરીને મળી આવેલા તમામ જથ્થાનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    વલસાડમાં દશામાંની પ્રતિમાનું આગમન:દિવાસાના દિવસે થશે સ્થાપના, 10 દિવસ ચાલશે પર્વ
    Next Article
    20 વર્ષ મોટી પ્રેમીકાની જીદ્દ, પ્રેમીનો ખોફનાક પ્લાન:મધરાતે ટ્રેન આવી ને ધક્કો મારી દીધો; કઈ બે નિશાનીથી પોલીસે ખોલ્યો ગોંડલ મર્ડરનો ભેદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment