Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    માધાપર રોડ પર ડીઝલ ટેન્કરમાં આગ:ફાયર ટીમે સમયસર પહોંચી 20 હજાર લીટર ડીઝલ બચાવ્યું, મોટી દુર્ઘટના ટળી

    2 days ago

    ભુજ શહેર નજીક માધાપર રોડ પર કાસમપીર દર્ગા પાસે આજે સાંજે ડીઝલ ભરેલા વાહનમાં અચાનક આગ લાગવાની ઘટના બનતા થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ ભુજ ફાયર કંટ્રોલ રૂમને કરવામાં આવતાં ફાયર વિભાગની ટીમ તાત્કાલિક હરકતમાં આવી હતી. મળતી માહિતી મુજબ, સાંજે આશરે ૫ વાગ્યાના અરસામાં ભુજ ફાયર કંટ્રોલ રૂમને માધાપર રોડ પર કાસમપીર દરગાહ નજીક આગ લાગ્યાનો કોલ મળ્યો હતો. સ્થળ પર ગાડી નંબર GJ-31-T-3450માં અંદાજે ૨૦ હજાર લીટર ડીઝલ ભરેલું હોવાનું જણાવાયું હતું. ડીઝલ ભરેલા વાહનમાં કોઈ કારણસર આગ ભભૂકી ઊઠતાં પરિસ્થિતિ ગંભીર બની હતી. ફાયર કંટ્રોલ રૂમમાં જાણ થતાં જ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ફાયર વિભાગ દ્વારા એક મિની વોટર ટેન્કર અને એક વોટર બાઉઝર સહિત કુલ બે ટેન્કરને તાત્કાલિક ઘટનાસ્થળે રવાના કરવામાં આવ્યા હતા. ફાયર ટીમે સ્થળ પર પહોંચીને આગ પર નિયંત્રણ મેળવવા માટે પાણીનો મારો શરૂ કર્યો હતો. ડીઝલ ભરેલા વાહનમાં આગ લાગી હોવાથી આગ વધુ પ્રસરે નહીં અને આસપાસના વિસ્તારમાં જોખમ ઊભું ન થાય તે માટે ફાયર કર્મચારીઓએ સાવચેતીપૂર્વક કામગીરી હાથ ધરી હતી. ફાયર વિભાગની ઝડપી કામગીરીના પગલે આગને સમયસર કાબૂમાં લેવામાં સફળતા મળી હતી. આગ પર નિયંત્રણ મેળવવામાં આવતાં વાહનમાં રહેલા ડીઝલનો પણ બચાવ કરવામાં આવ્યો હતો. સમયસર ફાયર ટીમ ઘટનાસ્થળે પહોંચી જતાં સંભવિત મોટી દુર્ઘટના ટળી હોવાનું જણાયું હતું. આ આગ બુઝાવવાની કામગીરીમાં ડી.સી.ઓ. રવિરાજ ગઢવી અને મહેશ ગોસ્વામીના માર્ગદર્શન હેઠળ ફાયરમેન મહેશ મહેશ્વરી, સુરમલ ડામોર, કરણ જોષી, ઉજ્જવલ ગોસ્વામી, સાહિલ પટ્ટણી, મીત ગોસ્વામી અને કુશ અબોટી જોડાયા હતા. ફાયર વિભાગની ત્વરિત કામગીરીથી આગને નિયંત્રણમાં લઈ વધુ નુકસાન અટકાવવામાં આવ્યું હતું. ઘટના અંગે આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા માટેની વિગતો હજુ સ્પષ્ટ થવાની બાકી છે.
    Click here to Read More
    Previous Article
    રેડક્રોસ જીનીવા હેડક્વાર્ટરમાં ભાવનગરની ગૂંજ:સેક્રેટરી વર્ષાબેને વિવિધ પ્રોજેકટ અને સેવાઓ માટેની ડાયરેકટર ભુપેન્દ્ર તોમર સાથે ચર્ચાઓ કરી
    Next Article
    નાનાપોંઢા પોલીસે દારૂ ભરેલી ઈક્કો કાર ઝડપી:દમણથી ધરમપુર લઈ જવાતો 2.63 લાખનો દારૂ ઝડપાયો, 5.19 લાખનો મુદ્દામાલ જપ્ત, 2 પકડાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment