Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નાનાપોંઢા પોલીસે દારૂ ભરેલી ઈક્કો કાર ઝડપી:દમણથી ધરમપુર લઈ જવાતો 2.63 લાખનો દારૂ ઝડપાયો, 5.19 લાખનો મુદ્દામાલ જપ્ત, 2 પકડાયા

    2 days ago

    વલસાડ જિલ્લાની નાનાપોંઢા પોલીસે જોગવેલ આસલુણ ફળિયા પાસે નાકાબંધી કરી. દારૂ ભરેલી એક ઈક્કો કાર ઝડપી પાડવામાં આવી. પોલીસે બે આરોપીઓની ધરપકડ કરીને કુલ ₹5.19 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. કારમાંથી દારૂ-બિયરની 33 પેટીઓ મળી, જેમાં કુલ 1344 બોટલ/ટીન હતા. તેની કિંમત ₹2,63,760 છે. આ દારૂ દમણથી સેલવાસ થઈ ધરમપુર લઈ જવાઈ રહ્યો હતો. પોલીસે નવસારીના ખેરગામના કારચાલક નિલેશભાઈ મુકેશભાઈ નાયકા પટેલ અને ધરમપુરના ક્લીનર ગૌરાંગભાઈ શાંતિલાલ પટેલની ધરપકડ કરી. જપ્ત કરાયેલા મુદ્દામાલમાં દારૂ, ઈક્કો કાર અને બે મોબાઈલ ફોનનો સમાવેશ થાય છે. આરોપીઓએ પૂછપરછમાં જણાવ્યું કે, દારૂનો જથ્થો મોરખલ સ્કૂલ પાસે એક અજાણ્યા શખ્સે ભરી આપ્યો હતો. તેઓ તેને છૂટક વેચાણ માટે લઈ જતા હતા. પોલીસે ગુનો નોંધી વોન્ટેડ આરોપીની શોધખોળ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    માધાપર રોડ પર ડીઝલ ટેન્કરમાં આગ:ફાયર ટીમે સમયસર પહોંચી 20 હજાર લીટર ડીઝલ બચાવ્યું, મોટી દુર્ઘટના ટળી
    Next Article
    રાજસ્થાનથી દ્વારકા લઈ જવાતું MD ડ્રગ્સ અમદાવાદમાં ઝડપાયું:6 મહિનામાં 10 વખત ડ્રગ્સ સપ્લાય કરનાર જામનગરનો કાદર ઉર્ફે 'ઘુવડ' ₹15.61 લાખના મુદ્દામાલ સાથે પકડાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment