Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજસ્થાનથી દ્વારકા લઈ જવાતું MD ડ્રગ્સ અમદાવાદમાં ઝડપાયું:6 મહિનામાં 10 વખત ડ્રગ્સ સપ્લાય કરનાર જામનગરનો કાદર ઉર્ફે 'ઘુવડ' ₹15.61 લાખના મુદ્દામાલ સાથે પકડાયો

    2 days ago

    અમદાવાદ શહેરના જુહાપુરા વિસ્તારમાંથી MD ડ્રગ્સના મોટા જથ્થા સાથે એક શખ્સને ઝોન-7 LCBની ટીમે ઝડપી પાડ્યો છે. એલસીબી પીએસઆઈની ટીમે ચોક્કસ બાતમીના આધારે વોચ ગોઠવીને ગ્યાસપુર મેટ્રો ડેપો નજીકથી એક શંકાસ્પદ કારને આંતરી હતી. કારની તપાસ કરતા તેમાંથી જામનગરના વતની કાદર ઉર્ફે 'ઘુવડ' મિયાણા પાસેથી આશરે ₹10.17 લાખની કિંમતનું 339 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું. પોલીસે ડ્રગ્સ, કાર અને મોબાઈલ ફોન સહિત કુલ ₹15.61 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 6 મહિનામાં 10 ટ્રીપ કરી ચૂક્યો હતો આરોપી પોલીસ પૂછપરછમાં ઝડપાયેલા કાદર ઉર્ફે ઘુવડે કબૂલાત કરી હતી કે તે છેલ્લા છ મહિનાથી ડ્રગ્સની હેરાફેરીના નેટવર્કમાં સક્રિય હતો. આ જથ્થો તે રાજસ્થાનના બાસવાડા ખાતે રહેતા ફૈઝલખાન નામના ડ્રગ્સ ડીલર પાસેથી લાવ્યો હતો અને દ્વારકા ખાતે રહેતા ફકીરા ઉર્ફે 'છાપી' નામના સપ્લાયરને પહોંચાડવાનો હતો. ત્યારબાદ ફકીરા દ્વારા આ ડ્રગ્સનું અલગ-અલગ વિસ્તારોમાં છૂટક વેચાણ કરવામાં આવતું હતું. આરોપીએ જણાવ્યું કે તે છેલ્લા છ મહિના દરમિયાન 10થી વધુ વખત આ રીતે રાજસ્થાનથી ડ્રગ્સ લાવી સપ્લાય કરી ચૂક્યો છે, અને દરેક ટ્રીપ દીઠ તેને ₹25 હજાર રોકડા ચૂકવવામાં આવતા હતા. સરખેજ પોલીસે તાજ હોટલ પાસેથી ગાંજા સાથે બે પેડલરોને દબોચ્યા બીજી તરફ, ડ્રગ્સ વિરોધી ઝુંબેશ અંતર્ગત સરખેજ પોલીસ સ્ટેશનના પીઆઈ એલ. એલ. ચાવડાની ટીમે પણ સિંધુભવન નજીક તાજ હોટલ પાસેથી બે પેડલરોને ઝડપી પાડ્યા છે. પકડાયેલા આરોપીઓમાં ચંદ્રવીરસિંહ પવાર (ઉં.વ. 19, રહે. ગીરનાર એપાર્ટમેન્ટ, થલતેજ) અને ભદ્રવીરસિંહ ચૌહાણ (ઉં.વ. 19, રહે. બોડકદેવ) નો સમાવેશ થાય છે. પોલીસે તેમની પાસેથી 31 ગ્રામ ગાંજો કબજે કર્યો હતો. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે તેઓ આ જથ્થો ચિલોડાના કૃણાલ પટેલ પાસેથી લાવ્યા હતા અને તાજ હોટલ નજીક આવેલા રિચીરીચ પાન પાર્લર પાસે રાજેશ દેવાસી નામના શખ્સને આપવાના હતા. પોલીસે આ બંને પેડલરો વિરુદ્ધ એનડીપીએસ (NDPS) એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કડીઓ મેળવવા તપાસ તેજ કરી છે.
    Click here to Read More
    Previous Article
    નાનાપોંઢા પોલીસે દારૂ ભરેલી ઈક્કો કાર ઝડપી:દમણથી ધરમપુર લઈ જવાતો 2.63 લાખનો દારૂ ઝડપાયો, 5.19 લાખનો મુદ્દામાલ જપ્ત, 2 પકડાયા
    Next Article
    ભાવનગરની 10 સ્કૂલના 521 વિદ્યાર્થીઓએ સર્વાંગી શિક્ષણની તાલીમ અપાઈ:સ્કાઉટ ગાઈડ સંઘ સહિતના વિદ્યાર્થીઓ જોડાયા, મેદાની તાલીમ અને જીવન ઉપયોગી કૌશલ્ય

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment