Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાવનગરની 10 સ્કૂલના 521 વિદ્યાર્થીઓએ સર્વાંગી શિક્ષણની તાલીમ અપાઈ:સ્કાઉટ ગાઈડ સંઘ સહિતના વિદ્યાર્થીઓ જોડાયા, મેદાની તાલીમ અને જીવન ઉપયોગી કૌશલ્ય

    2 days ago

    નવી શિક્ષણ નીતિમાં કૌશલ્ય તાલીમ અને વર્ષ દરમિયાન 120 કલાકની મેદાની તાલીમના અનિવાર્ય મહત્વને ધ્યાને રાખીને વાઘ બકરી ફાઉન્ડેશનના સહકારથી ઓગસ્ટ અને સપ્ટેમ્બર માસ દરમિયાન શહેરની વિવિધ શાળાઓના બાળકો માટે વિશેષ શિબિરોનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. શિશુવિહારના આંગણે યોજાયેલી આ શિબિરોમાં રમત-ગમત, સાહસિક રમતો, ક્રાફ્ટ, જીવનઉપયોગી હસ્તકૌશલ્ય તેમજ સમૂહ જીવનની તાલીમ આપવામાં આવી હતી. જિલ્લા સ્કાઉટ ગાઈડ સંઘના વિદ્યાર્થીઓની ઉત્સાહભરી ભાગીદારી સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં બાળકો માટે વાહનવ્યવહાર અને પોષક આહારની સુવિધા પણ ઉપલબ્ધ કરાવાઈ હતી. હોમવર્ક માટે ચિત્રકામ આપ્યું, સ્કાઉટ ગાઈડ સંઘના વિદ્યાર્થીઓ જોડાયા વાઘ બકરી ફાઉન્ડેશનના સીએસઆર અધ્યક્ષઓ અને શિશુવિહારના તજજ્ઞોના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ તાલીમથી બાળકોમાં કૌશલ્ય નિર્માણનો નવો સંચાર થયો છે. હોમવર્ક માટે ચિત્રકામ પણ આપવામાં આવ્યું હતું. તાલીમ કાર્યક્રમમાં જિલ્લા સ્કાઉટ ગાઈડ સંઘના વિદ્યાર્થીઓ વિશેષ રસ લઈને જોડાયા હતા. તાલીમ સ્થળ સુધી લાવવા-મુકવાની વ્યવસ્થા ઉપરાંત પોષક આહાર જેઓને તાલીમ સ્થળ સુધી લાવવા મુકવાની વ્યવસ્થા ઉપરાંત પોષક આહાર આપવામાં આવ્યો હતો. વાઘ બકરી ફાઉન્ડેશનના સીએસઆર અધ્યક્ષ અજય સીસીલિયા તથા મિલન પ્રજાપતિના માર્ગદર્શનનો બાળકોએ આ તાલીમનો લાભ લીધો હતો. જેને શિશુવિહારથી કમલેશ વેગડ તથા પ્રીતિબેન ભટ્ટે માર્ગદર્શન આપી તાલીમ આપી હતી.
    Click here to Read More
    Previous Article
    રાજસ્થાનથી દ્વારકા લઈ જવાતું MD ડ્રગ્સ અમદાવાદમાં ઝડપાયું:6 મહિનામાં 10 વખત ડ્રગ્સ સપ્લાય કરનાર જામનગરનો કાદર ઉર્ફે 'ઘુવડ' ₹15.61 લાખના મુદ્દામાલ સાથે પકડાયો
    Next Article
    લાલપુરના સ્મશાનભૂમિમાં ભાજપના આગેવાનોએ સફાઈ અભિયાન કર્યું:વડાપ્રધાનના 25 વર્ષ પૂર્ણ થતા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment