Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રેડક્રોસ જીનીવા હેડક્વાર્ટરમાં ભાવનગરની ગૂંજ:સેક્રેટરી વર્ષાબેને વિવિધ પ્રોજેકટ અને સેવાઓ માટેની ડાયરેકટર ભુપેન્દ્ર તોમર સાથે ચર્ચાઓ કરી

    2 days ago

    ભાવનગર રેડક્રોસ સોસાયટીના સેક્રેટરી વર્ષાબેન લાલાણી હાલમાં પારિવારિક પ્રસંગે સ્વીઝરલેન્ડના પ્રવાસે હોય જીનીવા ખાતે ઇન્ટરનેશનલ રેડક્રોસ હેડ ક્વાર્ટરની મુલાકાત કરી હતી. વિવિધ વિભાગોની મુલાકાત લઈને માહિતી મેળવી હતી. એક કલાક વિવિધ પ્રોજેકટ અને સેવાઓ માટેની ચર્ચા કરી હેડક્વાર્ટર ખાતેથી મળેલ સમય દરમ્યાન ભાવનગર બ્રાન્ચના સેક્રેટરી વર્ષાબેન લાલાણી જીનીવા ઇન્ટરનેશનલ હેડક્વાર્ટર પહોંચ્યા હતા, જ્યાં તેમની મુલાકાત હેડક્વાર્ટરના નેશનલ સોસાયટી ડેવલપમેન્ટ, ઈન્ટર નેશનલ ફેડરેશન ઓફ રેડક્રોસ એન્ડ રેડ ક્રિસન્ટ સોસાયટીઝના ડાયરેકટર ભુપેન્દ્ર તોમર સાથે થઈ હતી. તેમન સાથે એક કલાક જેટલી ચાલેલી શુભેચ્છા મુલાકાતમાં વિવિધ પ્રોજેકટ અને સેવાઓ માટેની ચર્ચાઓ થઈ હતી. રેડક્રોસ ભાવનગરે મોમેન્ટો ભુપેન્દ્ર તોમરને આપ્યો ભાવનગર રેડક્રોસ દ્વારા તૈયાર કરવામાં આવેલ એક્ટિવિટી રિપોર્ટ અને વિગતો અને હેડક્વાર્ટર દ્વારા તૈયાર એક્ટિવિટી રિપોર્ટની બેઠકમાં આપ લે કરવામાં આવી હતી તથા રેડક્રોસ ભાવનગર દ્વારા તૈયાર કરવામાં આવેલ મોમેન્ટો પણ ભુપેન્દ્રજી તોમરને આપવામાં આવ્યો હતો. વર્ષાબેન લાલાણી સાથે તેમના પુત્ર હાર્દિક લાલાણી અને તેના પુત્રવધુ પણ જોડાયા હતા. કોલ કરીને રેડક્રોસની પ્રવૃતિઓની સરાહના કરી રેડક્રોસની સેવાઓની વિગતો મેળવીને ભુપેન્દ્ર તોમર દ્વારા ભાવનગર રેડક્રોસ સોસાયટીની સેવાઓને બિરદાવી હતી. એટલું જ નહીં તેમના દ્વારા વીડિયો કોલ મારફતે ભાવનગર રેડક્રોસના વાઇસ ચેરમેન સુમિત ઠકકર સાથે પણ વાત કરી હતી અને પ્રવૃતિઓની સરાહના કરી હતી અને તેઓને ભારત ગુજરાત અને ભાવનગર આવવા માટે નિમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. અંતમાં આ ગૌરવશાળી ક્ષણ કે રેડક્રોસ ભાવનગરના સેક્રેટરી વર્ષાબેન લાલાણી દ્વારા સ્વીઝરલેન્ડના જીનીવા ખાતે આવેલ રેડક્રોસના ઇન્ટરનેશનલ હેડ ક્વાર્ટરની મુલાકાત લીધી હતી.
    Click here to Read More
    Previous Article
    લિંબાયત મીઠીખાડી સ્થિત મનપાના કચરાના પ્લાન્ટમાં ભીષણ આગ:5 કિમી દૂર સુધી ધુમાડાના ગોટેગોટા દેખાયા; બેકાબૂ આગને ઠારવા 3 ફાયર સ્ટેશનની ગાડીઓ કામે લાગી
    Next Article
    માધાપર રોડ પર ડીઝલ ટેન્કરમાં આગ:ફાયર ટીમે સમયસર પહોંચી 20 હજાર લીટર ડીઝલ બચાવ્યું, મોટી દુર્ઘટના ટળી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment