Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લિંબાયત મીઠીખાડી સ્થિત મનપાના કચરાના પ્લાન્ટમાં ભીષણ આગ:5 કિમી દૂર સુધી ધુમાડાના ગોટેગોટા દેખાયા; બેકાબૂ આગને ઠારવા 3 ફાયર સ્ટેશનની ગાડીઓ કામે લાગી

    2 days ago

    સુરત શહેરમાં આગ લાગવાની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે લિંબાયત વિસ્તારમાં આવેલા સુરત મહાનગરપાલિકાના કચરાના પ્રોસેસિંગ પ્લાન્ટમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળવાની ઘટના સામે આવી છે. મીઠીખાડી નજીક આવેલા આ પ્લાન્ટમાં અગમ્ય કારણોસર આગ લાગતાં જ થોડીવારમાં જ સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. હોટ ફિક્સ કચરાને કારણે આગે પળભરમાં બેકાબૂ બની પ્લાન્ટમાં મોટા પ્રમાણમાં હોટ ફિક્સ (ટેક્સટાઇલ મટીરિયલ સંબંધિત પ્લાસ્ટિક-કેમિકલયુક્ત કચરો) હોવાથી આગ ઝડપથી પ્રસરી ગઈ હતી. જ્વલનશીલ મટીરિયલને લીધે આગ જોતજોતામાં બેકાબૂ બની ગઈ હતી. આગ એટલી વિકરાળ હતી કે 5 કિલોમીટર દૂરથી પણ આકાશમાં કાળા ડીબાંગ ધુમાડાના ગોટેગોટા સ્પષ્ટપણે જોવા મળતા હતા, જેને પગલે સ્થાનિક રહીશોમાં પણ ભયનો માહોલ સર્જાયો હતો. 3 ફાયર સ્ટેશનની 5થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ઘટનાની જાણ થતાં જ ફાયર કંટ્રોલ રૂમ હરકતમાં આવી ગયો હતો. તાબડતોબ અલગ-અલગ 3 ફાયર સ્ટેશનોમાંથી 5થી વધુ ફાયર ટેન્ડરો અને ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ફાયર ફાઈટરો દ્વારા સતત પાણીનો મારો ચલાવીને આગને વધુ ફેલાતી અટકાવવા માટે યુદ્ધના ધોરણે કવાયત હાથ ધરવામાં આવી છે. સદનસીબે હજુ સુધી આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ પ્રાપ્ત થયા નથી. પ્લાન્ટમાં આગ શોર્ટ સર્કિટથી લાગી કે અન્ય કોઈ કારણસર, તે અંગે ફાયર વિભાગ દ્વારા આગ સંપૂર્ણપણે કાબૂમાં આવ્યા બાદ તપાસ હાથ ધરવામાં આવશે. કેમિકલયુક્ત અને ગૂંગળાવી નાખતા ધુમાડાને કારણે ગભરાટ પ્લાસ્ટિકના બળવાથી હવામાં ફેલાયેલા કેમિકલયુક્ત અને ગૂંગળાવી નાખતા ધુમાડાને કારણે આસપાસના સ્થાનિક રહીશોમાં ભારે ગભરાટ ફેલાયો હતો. ખાસ કરીને વૃદ્ધો, બાળકો અને અસ્થમાના દર્દીઓને શ્વાસ લેવામાં ભારે તકલીફ તથા આંખોમાં બળતરાની ફરિયાદો ઊઠી હતી. ઝેરી વાયુના કારણે વિસ્તારમાં અફરાતફરી સાથે ગૂંગળામણભરી સ્થિતિ સર્જાતાં લોકો મોઢે રૂમાલ બાંધીને ઘરની બહાર દોડી આવ્યા હતા. પ્રતિબંધ છતાં જાહેરમાં ઠલવાતા આ પ્રકારના ખતરનાક વેસ્ટથી વારંવાર પેદા થતો ઝેરી ધુમાડો હવે સ્થાનિકોના સ્વાસ્થ્ય માટે ગંભીર જોખમ બની રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    અજાણી મહિલા 5 મોબાઈલ સેરવી ગઈ:રાજકોટમાં અવારનવાર ચોરી કરતો રીઢો તસ્કર ઝડપાયો, પોલીસ ચોપડે 16 ગુનાનો ક્રિમિનલ રેકોર્ડ
    Next Article
    રેડક્રોસ જીનીવા હેડક્વાર્ટરમાં ભાવનગરની ગૂંજ:સેક્રેટરી વર્ષાબેને વિવિધ પ્રોજેકટ અને સેવાઓ માટેની ડાયરેકટર ભુપેન્દ્ર તોમર સાથે ચર્ચાઓ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment