Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ફરિયાદ નોંધાઈ:દહેજ ભૂખ્યા સાસરિયાંનો ત્રાસથી પરિણીતાએ ફિનાઇલ પીધું

    14 hours ago

    ધાનેરાની 25 વર્ષીય શિલ્પાબેન સુથારના 6 ફેબ્રુઆરી, 2024ના રોજ પાલનપુરના દેવપુરા વિસ્તારમાં રહેતાં નરેશભાઈ સુથાર સાથે લગ્ન થયા હતા. લગ્નના છ મહિના બાદ પતિ, સાસુ-સસરા, દિયર અને નણંદો દહેજમાં સોના-ચાંદીના દાગીના તથા ધંધા માટે રોકડ લાવવા દબાણ કરી માનસિક અને શારીરિક ત્રાસ આપવા લાગ્યા હતા. નવા ઘર માટે દાગીના માંગતા ઝઘડો થતાં શિલ્પાબેને 12 જુલાઈએ ફિનાઇલ પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો અને હોસ્પિટલમાં સારવાર લીધી હતી. હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ સમાધાન માટે સાસરે ગયેલા તેમના માતા-પિતા અને ભાઈઓ સાથે પણ સાસરિયાઓએ ગાળો બોલી મારપીટ કરી હતી. જેથી શિલ્પાબેને પાલનપુર શહેર પશ્ચિમ પોલીસે પતિ સહિત 9 સભ્યો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આમની સામે ફરિયાદ નરેશભાઈ પ્રવિણભાઈ સુથાર (પતિ) . પ્રવિણભાઈ મોહનલાલ સુથાર (સસરા) . ગોમતીબેન પી સુથાર (સાસુ) . પૂજાબેન પ્રવિણભાઈ સુથાર (નણંદ) . સીમાબેન પ્રવિણભાઈ સુથાર (નણંદ) . રાહુલભાઈ પ્રવિણભાઈ સુથાર (દિયર) . મુકેશભાઈ મોહનલાલ સુથાર (કાકા સસરા) . ચંદુભાઈ મોહનલાલ સુથાર (કાકા સસરા) . સુરેશભાઈ મોહનલાલ સુથાર (કાકા સસરા)
    Click here to Read More
    Previous Article
    વડા ગામની 5 વર્ષીય બાળકીનો ચાંદીપુરાનો રિપોર્ટ પણ પોઝિટિવ:ચાંદીપુરાથી કાંકરેજના ચાંગાના 3 વર્ષીય બાળકનું ધારપુર હોસ્પિટલમાં મોત થયું
    Next Article
    Gujarat: Polling for high-stakes local body bypolls ends

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment