Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જળસંગ્રહમાં વધારો:દાંતીવાડા ડેમમાં 24 કલાકમાં 1.694 MCM પાણીની આવક થતાં જળસંગ્રહ 26 ટકા થયો

    16 hours ago

    બનાસકાંઠામાં થયેલા વરસાદ બાદ દાંતીવાડા ડેમમાં નવા પાણીની આવક નોંધાતા જળસંગ્રહમાં વધારો થયો છે. બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન દાંતીવાડા તાલુકામાં 18 મીમી અને અમીરગઢમાં 43 મીમી વરસાદ નોંધાયો હતો. તેના કારણે દાંતીવાડા ડેમમાં પાણીની આવક થતાં ડેમનો જળસંગ્રહ સોમવારની 101.507 MCMથી વધીને મંગળવાર સવારે 8 વાગ્યે 103.201 MCM થયો હતો, એટલે કે 1.694 MCMનો વધારો નોંધાયો હતો. ડેમની કુલ સંગ્રહ ક્ષમતા 397.119 MCM સામે હાલ આશરે 26 ટકા પાણી ઉપલબ્ધ છે. હાલમાં ઇનફ્લો 0.000 ક્યુમેક અને આઉટફ્લો 0.70 ક્યુમેક નોંધાયો હતો. દાંતીવાડા અને અમીરગઢ પંથકમાં નોંધાયેલા વરસાદની સીધી અસર દાંતીવાડા ડેમના જળસંગ્રહ પર જોવા મળી હતી. છેલ્લા 24 કલાકમાં ડેમમાં 1.694 MCM પાણીનો વધારો નોંધાયો હતો. જોકે હાલ ડેમમાં કોઈ નવો ઇનફ્લો નોંધાયો નથી, તેમ છતાં વરસાદી પાણીના કારણે જળસંગ્રહમાં વધારો થયો હતો. જો ઉપરવાસમાં સારો વરસાદ ચાલુ રહેશે તો આગામી દિવસોમાં ડેમમાં વધુ પાણીની આવક થવાની સંભાવના છે, જે સિંચાઈ અને પીવાના પાણી માટે લાભદાયી બનશે.
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ‎:વાવનું ડેડાવા ગામ હજીપણ પાણીમાં ગરકાવ; વાસણ ગામમાં લોકોના પગમાં ફોલ્લા પડ્યા
    Next Article
    વડા ગામની 5 વર્ષીય બાળકીનો ચાંદીપુરાનો રિપોર્ટ પણ પોઝિટિવ:ચાંદીપુરાથી કાંકરેજના ચાંગાના 3 વર્ષીય બાળકનું ધારપુર હોસ્પિટલમાં મોત થયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment