Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ‎:વાવનું ડેડાવા ગામ હજીપણ પાણીમાં ગરકાવ; વાસણ ગામમાં લોકોના પગમાં ફોલ્લા પડ્યા

    17 hours ago

    બનાસકાંઠા અને વાવ થરાદ જિલ્લામાં મંગળવારે વરસાદ થંભી જતાં લોકોએ રાહત અનુભવી હતી. જોકે, વરસાદ બાદ દિવ્ય ભાસ્કરની ટીમોએ અંતરિયાળ ગ્રામીણ વિસ્તારોની રિયાલીટી ચેક કરી હતી. જ્યાં સરહદી વાવ પંથકના ગામડાઓમાં પાણી ભરાયેલા છે. ખેતરો બેટમાં ફેરવાયેલા પડ્યા છે. ખાસ કરીને ગ્રામીણ માર્ગો, ખેતરના નેળીયામાં પાણી ભરાઇ ગયા હોવાથી દૂધ લઇને ડેરીઓમાં જતાં પશુપાલકો, ખેતરમાં મકાન બનાવીને રહેતા પરિવારો, શાળાએ જતાં બાળકોને હાલાકી પડી રહી છે. લોકોએ આક્રોશ પૂર્વક જણાવ્યું હતું કે, જિલ્લાનું વહીવટીતંત્ર વરસાદ બંધ થાય ત્યારે શહેરોના માર્ગો અને સમસ્યાઓ હલ કરવા પ્રાધાન્ય આપે છે. ગ્રામીણ વિસ્તારોમાં જો રજૂઆતો થાય તો જ તંત્ર દ્વારા કામગીરી થતી હોય છે. અહિંયા પણ માર્ગ ઉપર ભરાયેલા પાણીનો નિકાલ કરી માર્ગો નવા બનાવવામાં આવે તેવી માંગણી છે. વાવના ડેડાવા ગામમાં વરસાદી પાણીના નિકાલ માટે તંત્ર દ્વારા કોઇ વ્યવસ્થા કરવામાં આવી નથી. જેથી વર્ષ 2015, 2017, 2025 અને હવે 2026માં ગામ પાણીમાં ગરકાવ થયું છે. ગામના સરપંચ જેવતાભાઈ જેપુએ જણાવ્યું હતું કે, અત્યારે ગામની આંગણવાડી, દૂધ ડેરી, ગ્રામ પંચાયત અને આરોગ્ય કેન્દ્ર આગળ પાણી ભરાયેલા પડ્યા છે. ગામલોકોને વરસાદી પાણીમાંથી પસાર થવું પડે છે. રોગચાળો ફાટી નીકળવાની દહેશત છે. વાવના ડેડાવા ગામથી તીર્થગામ જવાના રસ્તા ઉપર વરસાદી પાણી ભરાયેલ હોઇ ત્યાંથી પસાર થતા લોકો વાહનચાલકો હાલાકી ભોગવી રહ્યા છે સત્વરે આનો નિકાલ કરવામાં આવે તેવી માગ ઉઠી છે. ભટાસણા-રામપુરા 3 કિમી માર્ગ પર પાણી ભરાયા સૂઈગામ તાલુકાના ભટાસણાથી રામપુરા થઈ ભાભર-વાવ હાઈવેને જોડતો આશરે 3 કિલોમીટર લાંબો માર્ગ ચોમાસામાં અત્યંત બિસમાર બની ગયો છે. વરસાદી પાણી ભરાઈ જવા અને કાદવના કારણે આ માર્ગ પર વાહનવ્યવહાર જોખમી બન્યો છે, જેનાથી સ્થાનિક ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. વાસણમાં લોકોના પગમાં ફોલ્લા પડ્યા પાલનપુર તાલુકાના વાસણ (ધા) ગામે ઉમરદશી નદી તરફ જતાં ખેતરના કાચા નેળીયામાં વરસાદી પાણીના નિકાલ માટે કોઇ વ્યવસ્થા ન હોવાથી ઢીંચણ સુધી પાણી ભરાઇ જાય છે. પ્રકાશજી ઠાકોર સહિતે જણાવ્યું કે, શાળામાં જતાં બાળકો, દુધ લઇને જતાં પશુપાલકો તેમજ ખેતરમાં મકાન બનાવીને રહેતા પરિવારોને પારાવાર હાલાકી પડી રહી છે. સતત પાણીમાં ચાલવાનું હોવાથી પાણી વાગવાથી ફોલ્લા પડી ગયા છે. તંત્ર દ્વારા આ સમસ્યાનો ઉકેલ લાવવામાં આવે તેવી માંગણી છે. વડીયાથી જીંજારેશ્વરના માર્ગે પાણી ભરાતા લોકોને 4 કિમીનું ચક્કર દિયોદર તાલુકાના વડિયા ગામેથી જિતઝારેરેશ્વર મહાદેવ મંદિરે જવા કાચું નેળીયું છે. આ રસ્તે રહેણાંક મકાનો પણ આવેલા છે. વર્તમાન સમયે નેળીયામાં પાણી ભરાયેલા હોવાથી જીંજરેશ્વર જવા માટે રવેલ થઈ અથવા તો ભેસાણા થઈ જવું પડે છે જે ચાર કિમીનું અંતર થાય છે. ખેડૂત સગરામજી ધનાજી માળીએ જણાવ્યું હતું કે, અંદાજે દોઢથી 2 કિમીના કાચા નળીયામાં પાકો રોડ બને તો આ વિસ્તારની લોકોને સુલભતા રહે તેમ છે. દિયોદર ગૌશાળાના શેડમાં વાહનો ફસાયા દિયોદર પંથકમાં ગત સપ્તાહમાં અંદાજે 16 ઇંચ જેટલા ખાબકેલા વરસાદના લીધે ઠેર ઠેર પાણી ભરાવાના લીધે સમસ્યાઓ સર્જાઈ છે. જ્યાં દિયોદર ગજાનંદ ગૌશાળા ખાતે બનાવવામાં આવેલા નવા કથા મંડપ શેડમાં વાહનો ફસાતા ભારે હાલાકી સર્જાઇ હતી. ગજાનંદ ગૌશાળા ટ્રસ્ટ દ્વારા ક્રેન બોલાવી વાહનો બહાર કાઢવામાં આવ્યા હતા. માર્ગોના સમારકામ માટે 11 ટીમો કાર્યરત‎ બનાસકાંઠા જિલ્લા કલેકટરે મિહિર પંડ્યાએ જણાવ્યું કે‎ બનાસકાંઠામાં વરસાદથી રસ્તાઓ ધોવાઈ જવા, રેઇન કટ સર્જાવા,‎ રોડ સાઇડ ડ્રેઇન ભરાઈ જવા તેમજ વાહનવ્યવહાર ખોરવાઈ ‎જવાની પરિસ્થિતિ સર્જાઈ હતી. જ્યાં વરસાદ થંભી જતાં 11 ટીમો ‎બનાવી માર્ગોને ફરી વાહનવ્યવહાર માટે કાર્યરત કરી રહ્યા છે.‎ જિલ્લા કક્ષાએ 24×7 કંટ્રોલ રૂમ પણ કાર્યરત રાખવામાં આવ્યો છે.‎
    Click here to Read More
    Previous Article
    થાનગઢ-મૂળી રોડ પર ચાંદ્રેલિયા‎ગામ પાસે બમ્પ અધૂરો બનાવ્યો‎:બમ્પ દૂર કરવા અથવા રસ્તાનું બાકી કામ પૂર્ણ કરવા યુવાનોની માંગણી
    Next Article
    જળસંગ્રહમાં વધારો:દાંતીવાડા ડેમમાં 24 કલાકમાં 1.694 MCM પાણીની આવક થતાં જળસંગ્રહ 26 ટકા થયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment