Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    થાનગઢ-મૂળી રોડ પર ચાંદ્રેલિયા‎ગામ પાસે બમ્પ અધૂરો બનાવ્યો‎:બમ્પ દૂર કરવા અથવા રસ્તાનું બાકી કામ પૂર્ણ કરવા યુવાનોની માંગણી

    18 hours ago

    થાનગઢથી મૂળી તરફ જતાં માર્ગ પર આવેલા ચાંદ્રેલિયા ગામના બોર્ડ પાસેનો રસ્તો વાહનચાલકો માટે જીવલેણ સાબિત થાય તેમ છે. માર્ગ અને મકાન વિભાગની ઘોર બેદરકારીના કારણે આ સ્થળે અવારનવાર નાના-મોટા અકસ્માતો સર્જાઈ રહ્યા છે. સ્થાનિક જાગૃત યુવાનો દ્વારા તપાસ કરવામાં આવતાં ગંભીર બેદરકારી સામે આવી હતી. સ્થાનિક યુવાનોના જણાવ્યા મુજબ, આ રસ્તાનું નિર્માણ કાર્ય લાંબા સમયથી અધૂરું છોડી દેવામાં આવ્યું છે. વધુમાં કોન્ટ્રાક્ટર દ્વારા રસ્તા પર અડધા બમ્પ બનાવીને છોડી દેવાયા છે. રાત્રિના સમયે અંધારામાં આ બમ્પ ચાલકોને દેખાતા નથી અને તેને બચાવવાના ચક્કરમાં વાહનો રોંગ સાઈડમાં ઘૂસી જતાં સામેથી આવતા વાહનો સાથે ગંભીર અકસ્માતો સર્જાય છે. અહીં દર મહિને 2થી 3 યુવાન અકસ્માતમાં પોતાનો જીવ ગુમાવે છે. યુવાનોએ આક્રોશ સાથે માંગ કરી છે કે કાં તો આ અધૂરા બમ્પ તાત્કાલિક હટાવવામાં આવે અથવા તો તેને યોગ્ય રીતે પૂરા કરવામાં આવે અને રસ્તાનું બાકી રહેલું તમામ કામ ઝડપથી પૂર્ણ કરવામાં આવે. તંત્રના બહેરા કાન સુધી અવાજ પહોંચાડવા માટે યુવાનો સામે આવ્યા છે અને જો વહેલી તકે આ સમસ્યાનો ઉકેલ નહીં આવે તો ઉગ્ર રજૂઆત કરવાની તાકીદ કરી છે. આ સ્થળ બે તાલુકાઓની સરહદ પર આવેલું હોવાથી અકસ્માત સર્જાયા બાદ પોલીસ અને કાનૂની કામગીરીમાં પણ સામાન્ય લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. રાત્રિના સમયે મોટા પ્રમાણમાં થતાં આ અકસ્માતો અટકાવવા માટે મોટી સંખ્યામાં સ્થાનિક યુવાનો એકઠા થયા હતા.
    Click here to Read More
    Previous Article
    16 ઓગસ્ટથી ડિજિટલ ક્રોપ સર્વે શરૂ થશે:સર્વેયરો ખેતરે ખેતરે જઇ કયા પાકનું વાવેતર થયું તેની સ્થળ તપાસ કરાશે
    Next Article
    ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ‎:વાવનું ડેડાવા ગામ હજીપણ પાણીમાં ગરકાવ; વાસણ ગામમાં લોકોના પગમાં ફોલ્લા પડ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment