Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કાર્યવાહી:બનાસકાંઠા SOG અને સ્થાનિક પોલીસે સાત મહિનામાં 524.152 કિલો નશીલો પદાર્થ સાથે 51 શખ્સોને ઝડપ્યા

    18 hours ago

    બનાસકાંઠા SOG અને સ્થાનિક પોલીસે 7 મહિનામાં નશીલા પદાર્થો સામે સઘન કાર્યવાહી કરી 524.152 કિલો જથ્થો જપ્ત કર્યો હતો. MD, ચરસ, અફીણ, ગાંજો, હેરોઇન-મોર્ફીન અને પોષડોડા સહિત રૂ.1.99 કરોડનો મુદ્દામાલ કબજે કરી NDPS હેઠળ 30 ગુના નોંધ્યા હતા. જેમાં 51 આરોપીઓ ઝડપાયા હતા. બનાસકાંઠા રેન્જ આઇ.જી. પરીક્ષિતા રાઠોડ અને પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેના માર્ગદર્શન હેઠળ SOG અને સ્થાનિક પોલીસે બાતમીદારોનું નેટવર્ક સક્રિય કરી નશાના ગેરકાયદે વેપાર સામે કાર્યવાહી કરી હતી. જેમાં 34 ગ્રામ મેથાએમ્ફેટામાઇન, 66.10 કિલો સુકો ગાંજો, 42.894 કિલો ગાંજાના છોડ, 216.125 ગ્રામ મોર્ફીન-હેરોઇન, 13.879 કિલો ચરસ, 373.679 ગ્રામ MD, 2.046 કિલો અફીણ, 398.700 કિલો પોષડોડા અને 655 ટેબ્લેટ્સ જપ્ત કરી હતી. કુલ કિંમત રૂ.1,99,27,678 છે. જામીન પર છૂટ્યા બાદ નશીલી પ્રવૃત્તિમાં સંડોવણીની શંકાએ ઈશ્વર ઉર્ફે હેન્ડલ સલાટ અને સંજય ઠાકોર સામે PIT NDPS Act હેઠળ કાર્યવાહી કરી બંનેને વડોદરા- સુરત જેલમાં મોકલાયા હતા. કાર્યવાહી વધુ કડક કરવાની જાહેરાત બનાસકાંઠા પોલીસ દ્વારા યુવાનો અને સમાજને નશામુક્ત રાખવા નશીલા પદાર્થો સામેની કાર્યવાહી આગામી દિવસોમાં પણ વધુ કડક અને સતત ચાલુ રાખવાની જાહેરાત કરવામાં આવી હતી. નશીલા પદાર્થોની ગેરકાયદેસર હેરાફેરી, વેચાણ કે સંગ્રહ અંગે કોઈપણ માહિતી મળે તો તાત્કાલિક પોલીસને જાણ કરવા નાગરિકોને અપીલ કરી હતી. નશાના ગેરકાયદે નેટવર્કને અટકાવવા સહયોગ આપવા પણ પોલીસે આહ્વાન કર્યું હતું.
    Click here to Read More
    Previous Article
    પાલનપુરના યુવકે 47માં જન્મદિવસની દાંતીવાડાના ઉત્તમપુરાની પીએમ પ્રા.શાળામાં ઊજવણી કરી:47 દીકરીઓને પિતા સાથે એક મંચ પર લાવી સેનેટરી પેડની કીટ અપાઇ
    Next Article
    પાલનપુરમાં રસોઇના વેપારી સાથે ડિજિટલ કંકોત્રીથી ઓનલાઈન સાયબર ઠગાઈ:વોટસએપ લિંક ખોલતાં મોબાઈલ હેક થયો અને ખાતામાંથી રૂ.68 હજાર ઉપડી ગયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment