Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરૂચમાં 68 દિવ્યાંગોને સ્વરોજગાર માટે કીટ અપાઈ:અંધજન મંડળ અને રાષ્ટ્રીય અંધજન મંડળની પહેલથી આત્મનિર્ભર બનવાની તક

    2 days ago

    ભરૂચમાં દિવ્યાંગોને સ્વરોજગાર માટે પ્રોત્સાહિત કરવા અંધજન મંડળ, અમદાવાદ અને રાષ્ટ્રીય અંધજન મંડળ, ભરૂચ-નર્મદાએ સાથે મળીને ભરૂચ અને વડોદરા જિલ્લાના 68 દિવ્યાંગોને કીટ અને સાધનો અપાયા હતા. મંગળવારે જ્ઞાન સાધના આશ્રમ, ભરૂચમાં યોજાયેલા કાર્યક્રમમાં અંધજન મંડળના ડેપ્યુટી ડિરેક્ટર કિનરી દેસાઈ અને રાષ્ટ્રીય અંધજન મંડળના માનદમંત્રી પ્રદીપ પટેલ હાજર રહ્યા. તેમની જરૂરિયાતનું મૂલ્યાંકન કરી તેમને અનુરૂપ સાધનો અપાયા હતા. જેમાં 28 હેન્ડકાર્ટ, 12 સિલાઈ મશીન, 4 કૃષિ કીટ, 4 વેલ્ડિંગ કીટ, 4 ગ્રોસરી કીટ, 3 કેબિન અને 3 સલૂન કીટ સહિત 68 કીટ આપવામાં આવી હતી. આ પહેલનો મુખ્ય હેતુ દિવ્યાંગોને સ્વરોજગારની તક આપી આત્મનિર્ભર બનાવવાનો છે. આનાથી તેઓ પોતાનો વ્યવસાય શરૂ કરી નિયમિત આવક મેળવી શકશે.
    Click here to Read More
    Previous Article
    જીતનગરમાં સ્થાનિક યુવાનોને રોજગારી આપવાની માંગ:સિવિલ હોસ્પિટલ, બિરસા મુંડા યુનિવર્સિટી જેવી સંસ્થાઓમાં પ્રાથમિકતા આપવા કલેક્ટરને આવેદનપત્ર, આંદોલનની ચીમકી
    Next Article
    Sagbara forest land cultivation issue | સાગબારા જંગલ જમીન ખેડાણનો મુદ્દો | AP Center | Gujarat

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment