Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાલનપુરના યુવકે 47માં જન્મદિવસની દાંતીવાડાના ઉત્તમપુરાની પીએમ પ્રા.શાળામાં ઊજવણી કરી:47 દીકરીઓને પિતા સાથે એક મંચ પર લાવી સેનેટરી પેડની કીટ અપાઇ

    19 hours ago

    પાલનપુરના યુવકે તેના 47માં જન્મ દિવસે દાંતીવાડા તાલુકાના ડાંગીયાની શાળામાં દીકરીઓને પિતા સાથે એક મંચ ઉપર લાવી સેનેટરી પેડની વિનામૂલ્યે કીટ આપી હતી. પાલનપુરના પેડમેન નયન ચત્રારિયાએ પોતાના 47 માં જન્મદિવસે દાંતીવાડા તાલુકાના ઉત્તમપુરા (ડાંગીયા) ગામની પી.એમ. પ્રાથમિક શાળામાં ઉજવ્યો હતો. આ પ્રસંગે 46 દીકરીઓના 46 પિતાઓને એકત્ર કરી તેમની દીકરીઓ માટે આગામી 46 દિવસ (9 મહિના) સુધી ઉપયોગી થાય તેવી સેનેટરી પેડની 46 મફત કિટ અર્પણ કરી હતી. આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય કમલેશભાઈ ઠક્કરે પણ ઉપસ્થિત રહી સેવાકાર્યને બિરદાવ્યું હતું. આ પ્રસંગે પિતાઓને સમજાવ્યું કે દીકરીના શિક્ષણ અને સુરક્ષાની જેમ તેના માસિક સ્વાસ્થ્યમાં પણ પિતાની ભૂમિકા મહત્વપૂર્ણ છે. ઘરમાં માસિક ધર્મને લઈને શરમ નહીં પરંતુ સમજણનું વાતાવરણ બને તે માટે પિતાની સક્રિય ભાગીદારી જરૂરી છે. આ સાથે જ તેમણે માતાઓ સાથે હવે પિતાઓ પણ રહેશે સજાગના નવા અભિયાનની પણ જાહેરાત કરી હતી. છેલ્લા 5 વર્ષમાં નયન ચત્રારિયા ગુજરાતના 512થી વધુ ગામડાઓમાં પહોંચીને 1 લાખથી વધુ કિશોરીઓમાં જાગૃતિ ફેલાવી ચૂક્યા છે અને 5 લાખથી વધુ મફત સેનેટરી પેડનું વિતરણ કરી ચૂક્યા છે.
    Click here to Read More
    Previous Article
    પોસ્ટલ આસિસ્ટન્ટ પર કામનું ભારણ વધતા લોકો લાંબી લાઈનો:દિયોદરની પોસ્ટ ઓફિસમાં પોસ્ટ માસ્ટરની જગ્યા એક વર્ષથી ખાલી
    Next Article
    કાર્યવાહી:બનાસકાંઠા SOG અને સ્થાનિક પોલીસે સાત મહિનામાં 524.152 કિલો નશીલો પદાર્થ સાથે 51 શખ્સોને ઝડપ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment