Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોસ્ટલ આસિસ્ટન્ટ પર કામનું ભારણ વધતા લોકો લાંબી લાઈનો:દિયોદરની પોસ્ટ ઓફિસમાં પોસ્ટ માસ્ટરની જગ્યા એક વર્ષથી ખાલી

    20 hours ago

    દિયોદર તાલુકા મથક ખાતે આવેલી પોસ્ટ ઓફિસમાં છેલ્લા એક વર્ષથી પોસ્ટ માસ્ટરની જગ્યા ખાલી હોવાથી ગ્રાહકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. દિયોદર તાલુકાના 66 ગામ પૈકી 22 બ્રાન્ચ પોસ્ટ ઓફિસના ગ્રાહકો ઉપરાંત શહેરના મોટી સંખ્યામાં ગ્રાહકો આ પોસ્ટ ઓફિસ પર નિર્ભર છે. પોસ્ટ માસ્ટરની જગ્યા ખાલી હોવાથી હાલ ફરજ બજાવતા પોસ્ટલ આસિસ્ટન્ટ ક્લાર્ક પર કામનું ભારણ વધ્યું છે. પરિણામે ગ્રાહકોનાં કામ સમયસર પૂર્ણ થતાં ન હોવાની ફરિયાદો ઉઠી છે. ખાસ કરીને વિધવા બહેનો તેમજ ખાતેદાર ગ્રાહકોને લાંબા સમય સુધી લાઈનમાં ઊભા રહી કામગીરી કરાવવાની ફરજ પડી રહી છે. દિયોદરના નાગરિક વિનોદભાઈ પરમારે જણાવ્યું હતું કે, એક વર્ષથી જગ્યા ખાલી હોવાના કારણે ગ્રાહકોને મુશ્કેલી પડી રહી છે. વહીવટી તંત્ર સત્વરે પોસ્ટ માસ્ટરની જગ્યા ભરી ગ્રાહકોને સરળ અને સાનુકૂળ પોસ્ટલ સેવા ઉપલબ્ધ કરાવે તેવી માંગ ઉઠી છે.
    Click here to Read More
    Previous Article
    પત્ની બે સંતાનોને મુકી પ્રેમી સાથે નાસી ગઇ:અન્નજળનો ત્યાગ કરીને પ્રેમી સાથે જવાની જીદ પકડીને બેઠેલી બે સંતાનોની માતાને પતિ- બે બાળકો સાથે રહેવા માટે સમજાવી
    Next Article
    પાલનપુરના યુવકે 47માં જન્મદિવસની દાંતીવાડાના ઉત્તમપુરાની પીએમ પ્રા.શાળામાં ઊજવણી કરી:47 દીકરીઓને પિતા સાથે એક મંચ પર લાવી સેનેટરી પેડની કીટ અપાઇ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment