Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પત્ની બે સંતાનોને મુકી પ્રેમી સાથે નાસી ગઇ:અન્નજળનો ત્યાગ કરીને પ્રેમી સાથે જવાની જીદ પકડીને બેઠેલી બે સંતાનોની માતાને પતિ- બે બાળકો સાથે રહેવા માટે સમજાવી

    21 hours ago

    વાવ થરાદમાં રહેતા પરિવારમાં પતિ નોકરી માટે બહારગામ જતાં તેની પત્ની બે સંતાનોને મુકીને પ્રેમી સાથે નાસી ગઇ હતી. જેને પરિવારજનો શોધીને લાવ્યા હતા. જોકે, તેણીએ અન્નજળનો ત્યાગ કરી પ્રેમી સાથે જ રહેવાની જીદ પકડી હતી. આખરે થરાદ 181 અભયમના કાઉન્સિલરે તેણીને પતિ અને બે બાળકો સાથે રહેવા સમજાવી હતી. વાવ થરાદ જિલ્લાના એક ગામમાં રહેતા પરિવારમાં પતિ ઘરનું ગુજરાન ચલાવવા માટે બહારગામ નોકરી કરતો હતો. જોકે, તેની પત્નીને અન્ય યુવક સાથે પ્રેમ થઇ ગયો હોવાથી બે માસૂમ બાળકો અને પતિને છોડીને પ્રેમી સાથે ભાગી ગઈ હતી. પરિવારજનોએ તેને શોધી કાઢી હતી. ઘરે લાવ્યા પછી પણ મહિલાનું મન ઠેકાણે નહોતું. તેણે પરિવાર સામે વિરોધ નોંધાવવા અન્ન-જળનો ત્યાગ કર્યો અને કોઈપણ ભોગે પ્રેમી સાથે જ જવાની હઠ પકડી હતી. માસૂમ બાળકોની રડતી આંખો જોઈ પરિવારે આખરે 181 અભયમ ની મદદ માંગી હતી. આ અંગે કાઉન્સિલરે જણાવ્યું હતું કે, ધીરજપૂર્વક મહિલાને કાયદાકીય પરિણામો, સામાજિક પ્રતિષ્ઠા અને સૌથી વધુ તો તેના બે માસૂમ બાળકો પર પડનારી માનસિક અસર વિશે ઊંડાણપૂર્વક સમજાવ્યું. લાગણીસભર અને વ્યવહારુ કાઉન્સેલિંગથી મહિલાનું હૃદય પરિવર્તન થયું હતુ.પોતાની ભૂલનો અહેસાસ થતાં જ મહિલાએ પ્રેમી પાસે જવાની જીદ છોડી પતિ અને બાળકો સાથે રહેવા તૈયાર થઇ હતી.
    Click here to Read More
    Previous Article
    ગઢડા-દેવડાવાસ રોડ પર વરસાદી પાણી ભરાવાની સમસ્યા:અમીરગઢના ગઢડામાં વિકાસ ગ્રાન્ટો છતાં પાયાની સુવિધાઓનો અભાવ
    Next Article
    પોસ્ટલ આસિસ્ટન્ટ પર કામનું ભારણ વધતા લોકો લાંબી લાઈનો:દિયોદરની પોસ્ટ ઓફિસમાં પોસ્ટ માસ્ટરની જગ્યા એક વર્ષથી ખાલી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment