Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગઢડા-દેવડાવાસ રોડ પર વરસાદી પાણી ભરાવાની સમસ્યા:અમીરગઢના ગઢડામાં વિકાસ ગ્રાન્ટો છતાં પાયાની સુવિધાઓનો અભાવ

    22 hours ago

    અમીરગઢ તાલુકાના ગઢડા ગામમાં વિકાસલક્ષી ગ્રાન્ટો મળતી હોવા છતાં પાયાની સુવિધાઓનો અભાવ હોવાના આક્ષેપો સાથે ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ગઢડાથી દેવડાવાસ તરફ જતા રસ્તા સહિતના વિસ્તારોમાં વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન હોવાથી રસ્તા પર અંદાજે એક ફૂટ સુધી પાણી ભરાઈ જતું હોવાનો ગ્રામજનોનો આક્ષેપ છે. પાણી ભરાવાથી રાહદારીઓ તેમજ વાહનચાલકોને અવરજવરમાં મુશ્કેલી પડે છે. બાળકો, મહિલાઓ અને વૃદ્ધોને પણ જોખમ વચ્ચે પસાર થવાની ફરજ પડે છે. ગ્રામજનોનો સવાલ છે કે ગ્રામ પંચાયતને વિવિધ વિકાસલક્ષી ગ્રાન્ટ મળતી હોવા છતાં રોડ, ગટર અને સ્ટ્રીટલાઇટ જેવી મૂળભૂત સુવિધાઓ કેમ ઉપલબ્ધ નથી? અગાઉ મળેલી ગ્રાન્ટમાંથી કયા કામો કરવામાં આવ્યા અને કેટલો ખર્ચ થયો તેની વિગતો જાહેર કરવાની માંગ પણ કરાઇ છે. ગ્રામજનોની માંગ છે કે અમીરગઢ મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, સંબંધિત જિલ્લા અધિકારીઓ તથા ગ્રામ પંચાયતના જવાબદારો તાત્કાલિક સ્થળ તપાસ કરે અને વરસાદી પાણીના નિકાલ, ગટર, રસ્તા તથા સ્ટ્રીટલાઇટની સમસ્યાનો કાયમી ઉકેલ લાવે. સાથે વિકાસ ગ્રાન્ટના ઉપયોગની પણ તપાસ કરવા માંગ છે.
    Click here to Read More
    Previous Article
    4 ખેલાડીઓની લુધિયાણામાં યોજાનારી નેશનલ યૂથ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ માટે પસંદગી:બનાસકાંઠા DLSSના 5 ખેલાડીએ ગોધરામાં યોજાયેલ અંડર-18 યૂથ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં મેડલ જીત્યા
    Next Article
    પત્ની બે સંતાનોને મુકી પ્રેમી સાથે નાસી ગઇ:અન્નજળનો ત્યાગ કરીને પ્રેમી સાથે જવાની જીદ પકડીને બેઠેલી બે સંતાનોની માતાને પતિ- બે બાળકો સાથે રહેવા માટે સમજાવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment