Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    4 ખેલાડીઓની લુધિયાણામાં યોજાનારી નેશનલ યૂથ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ માટે પસંદગી:બનાસકાંઠા DLSSના 5 ખેલાડીએ ગોધરામાં યોજાયેલ અંડર-18 યૂથ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં મેડલ જીત્યા

    23 hours ago

    ગુજરાત સ્ટેટ એથ્લેટિક્સ એસોસિએશન દ્વારા 17 ઓગસ્ટે વિંઝોલ, ગોધરા ખાતે અંડર-18 યૂથ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ-2026 યોજાઈ હતી. જેમાં બનાસકાંઠા DLSS શાળાના પાંચેય ખેલાડીઓએ મેડલ મેળવ્યા હતા. ગોધરામાં અંડર-18 યૂથ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ- 2026 ની સ્પર્ધામાં પુરાબીયા તુષારે 400 મીટરમાં, ચૌધરી મને 5000 મીટર રેસ વોકમાં અને ઠાકોર રિંકલે 100 મીટરમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. પાતરોટ ખુશ્બુએ લોંગ જમ્પમાં સિલ્વર, જ્યારે ચૌધરી નિકિતાએ હાઈ જમ્પમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. પાંચેય ખેલાડીઓના ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ ચાર ખેલાડીઓની 21મી નેશનલ યૂથ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ-2026 માટે પસંદગી થઈ હતી, જે લુધિયાણા, પંજાબ ખાતે યોજાશે. ખેલાડીઓને એથ્લેટિક્સ કોચ વિપુલભાઈ ચૌધરી, ટ્રેનર સીતાબેન ચારેલ તથા શૈલેષભાઈ ચૌધરીએ માર્ગદર્શન આપ્યું હતું. શાળા પરિવાર, બનાસકાંઠા જિલ્લા રમત-વિકાસ અધિકારી કમલા પાલ, જિલ્લા રમત-ગમત અધિકારી મહેશભાઈ પટેલ, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર પાલનપુરે શુભેચ્છા પાઠવી હતી.
    Click here to Read More
    Previous Article
    રોગચાળો ફાટી નીકળવાની દહેશત:પાલનપુરના અંબિકાનગરમાં દૂષિત પાણી આવતા રહીશોને ભારે હાલાકી
    Next Article
    ગઢડા-દેવડાવાસ રોડ પર વરસાદી પાણી ભરાવાની સમસ્યા:અમીરગઢના ગઢડામાં વિકાસ ગ્રાન્ટો છતાં પાયાની સુવિધાઓનો અભાવ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment