Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રોગચાળો ફાટી નીકળવાની દહેશત:પાલનપુરના અંબિકાનગરમાં દૂષિત પાણી આવતા રહીશોને ભારે હાલાકી

    1 day ago

    પાલનપુરના અંબિકાનગરમાં છેલ્લા એક સપ્તાહથી અશુદ્ધ પાણી આવતા રહીશો ત્રસ્ત બન્યા છે. આ અંગે પાલિકામાં રજૂઆત કરાઈ છતાં સમસ્યાનો હલ ન થતો હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. પાલનપુર નગરપાલિકાના વોર્ડ નં.6માં આવેલા અંબિકાનગરમાં પીવાના પાણીમાં ગટરનું ગંદું અને સાબુવાળું પાણી ભળતું હોવાની ફરિયાદ ઉઠી છે. છેલ્લા કેટલાક સમયથી દુર્ગંધયુક્ત પાણી આવતા સ્થાનિકોમાં ઝાડા-ઉલટી જેવા રોગચાળો ફાટી નીકળવાની દહેશત વ્યાપી છે. આ અંગે રહીશોએ જણાવ્યું હતું કે, અમે નિયમિત વેરા ભરીએ છીએ છતાં શુદ્ધ પાણી જેવી પાયાની સુવિધા માટે તરસવું પડે છે. નગરપાલિકામાં પણ રજૂઆત કરી છે છતાં પ્રશ્નનો કોઈ ઉકેલ આવતો નથી. આ અંગે પાલિકા પાણી પુરવઠા વિભાગના સૂત્રોએ જણાવ્યું કે, અંબિકા નગરમાં ભૂગર્ભ ગટર લાઈન માટે પાઇપ લાઇન નાંખી છે. જ્યાં પસાર થતી પાણીની પાઇપલાઇનનું લીકેજ શોધવાની કામગીરી બે દિવસથી ચાલી રહી છે. ટૂંક સમયમાં સમસ્યાનો ઉકેલ આવી જશે.
    Click here to Read More
    Previous Article
    પાટણ પંથકના લોકો માટે ખુશખબર:‎ચેન્નાઈ જવા હવે સીધી સુપરફાસ્ટ ટ્રેન‎
    Next Article
    4 ખેલાડીઓની લુધિયાણામાં યોજાનારી નેશનલ યૂથ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ માટે પસંદગી:બનાસકાંઠા DLSSના 5 ખેલાડીએ ગોધરામાં યોજાયેલ અંડર-18 યૂથ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં મેડલ જીત્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment