Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણ પંથકના લોકો માટે ખુશખબર:‎ચેન્નાઈ જવા હવે સીધી સુપરફાસ્ટ ટ્રેન‎

    1 day ago

    પાટણ અને આસપાસના વિસ્તારના રેલવે મુસાફરો માટે મહત્વની સુવિધા શરૂ થવા જઈ રહી છે. પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની સુવિધા તેમજ લાંબા સમયથી ચાલી રહેલી માંગને ધ્યાનમાં રાખીને ટ્રેન નંબર 20626/20625 ભગત કી કોઠી–એમજીઆર ચેન્નાઈ સેન્ટ્રલ–ભગત કી કોઠી સુપરફાસ્ટ એક્સપ્રેસનું પાટણ સ્ટેશન પર સ્ટોપેજ મંજૂર કરવામાં આવ્યું છે. આ સ્ટોપેજ 21 ઓગસ્ટને શુક્રવારથી અમલમાં આવશે. ટ્રેન નંબર 20626 ભગત કી કોઠી–એમજીઆર ચેન્નાઈ સેન્ટ્રલ સુપરફાસ્ટ એક્સપ્રેસ 21 ઓગસ્ટથી સોમવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર અને રવિવારે પાટણ સ્ટેશન પર રોકાશે. ટ્રેનનું પાટણ ખાતે સવારે 11:35 કલાકે આગમન અને 11:37 કલાકે પ્રસ્થાન થશે. પાટણના મુસાફરોને અઠવાડિયામાં પાંચ દિવસ રાજસ્થાન તરફથી આવતી આ સુપરફાસ્ટ ટ્રેનમાં ચેન્નાઈ તરફ મુસાફરી કરવાની સુવિધા મળશે. ટ્રેન નંબર 20625 એમજીઆર ચેન્નાઈ સેન્ટ્રલ–ભગત કી કોઠી સુપરફાસ્ટ એક્સપ્રેસ પણ 21 ઓગસ્ટથી પાટણ ખાતે સ્ટોપેજ કરશે. આ ટ્રેન સોમવાર, મંગળવાર, ગુરુવાર, શુક્રવાર અને રવિવારે ચેન્નાઈથી ઉપડશે અને ત્રીજા દિવસે વહેલી સવારે 3:57 કલાકે પાટણ પહોંચશે તથા 3:59 કલાકે પ્રસ્થાન કરશે. આ નવી સુવિધાથી પાટણ તથા આસપાસના વિસ્તારોના મુસાફરોને ચેન્નાઈ ઉપરાંત રાજસ્થાન અને માર્ગમાં આવતા વિવિધ મોટા શહેરો સુધી સીધી રેલવે મુસાફરીનો વિકલ્પ મળશે. ખાસ કરીને વેપાર, નોકરી, અભ્યાસ અને સારવાર સહિતના કામ માટે દક્ષિણ ભારત તરફ જતા મુસાફરોને આ સ્ટોપેજનો લાભ મળશે. પાટણ ખાતે સુપરફાસ્ટ ટ્રેનનું સ્ટોપેજ મળતાં લાંબા અંતરની મુસાફરી માટે પાટણના મુસાફરોને હવે નજીકના મોટા રેલવે સ્ટેશન પર જવાની જરૂરિયાત ઘટશે.
    Click here to Read More
    Previous Article
    હવે મહેસૂલી કર્મચારી મેદાને:નવા જોબચાર્ટ સામે વર્ક ટુ રૂલ આંદોલન
    Next Article
    રોગચાળો ફાટી નીકળવાની દહેશત:પાલનપુરના અંબિકાનગરમાં દૂષિત પાણી આવતા રહીશોને ભારે હાલાકી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment