Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હવે મહેસૂલી કર્મચારી મેદાને:નવા જોબચાર્ટ સામે વર્ક ટુ રૂલ આંદોલન

    1 day ago

    તાજેતરમાં મહેસૂલ વિભાગ દ્વારા જાહેર કરાયેલો મહેસૂલી તલાટીઓનો નવો જોબ-ચાર્ટ ભારે વિવાદમાં સપડાયો છે. ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળે મુખ્યમંત્રી અને મહેસૂલ મંત્રીને આવેદનપત્ર પાઠવી સ્પષ્ટ ચીમકી આપી છે કે જ્યાં સુધી જોબ-ચાર્ટની વિસંગતતાઓ દૂર નહીં થાય, ત્યાં સુધી રાજ્યના તમામ મહેસૂલી કર્મચારીઓ Work to Rule (નિયમાનુસાર) પદ્ધતિથી જ કામગીરી કરશે. ​મહામંડળના જણાવ્યા અનુસાર, ઓગસ્ટ માસમાં ત્રણ વાર રજૂઆતો કરવા છતાં કર્મચારીઓને વિશ્વાસમાં લીધા વિના જોબ-ચાર્ટ જાહેર કરાયો છે. રાજ્યમાં અંદાજે 18 હજાર ગામડાઓ સામે માત્ર 4 હજાર મહેસૂલી તલાટીઓ જ કાર્યરત છે, જેના કારણે એક તલાટીને 12 થી 15 ગામોનો ચાર્જ સોંપાયો છે જે તદ્દન અવ્યવહારુ છે. વળી, તાજેતરમાં ભરાયેલી જગ્યાઓમાંથી 917 નવા તલાટીઓને ILR કચેરીમાં ફાળવી દેવાતાં મૂળ મહેસૂલી કામગીરી પર માઠી અસર પડી છે. પંચાયત અને કૃષિ વિભાગને લગતી યોજનાઓ જેવી કે PM-સ્વામિત્વ, પેઢીનામું, પાક કાપણી અખતરા અને ફાર્મર રજિસ્ટ્રેશન જેવી બિન મહેસૂલી કામગીરીનો બોજ તલાટી પર નાખી દેવાયો છે. આ ઉપરાંત, e-ધરાની બાયોમેટ્રિક પ્રણાલી અને ડિજિટલ ગુજરાતના OTP આધારિત અતિશય‎ ભારણને કારણે થતા માનસિક તણાવમાંથી ‎મુક્તિ અપવા માંગ કરાઈ છે. ​ મહામંડળના ‎આદેશ અનુસાર, કર્મચારીઓ હવે સવારે‎ 10:30થી સાંજે 6:10 સુધીના નિયત સરકારી ‎સમયમાં જ ફરજ બજાવશે. કચેરી સમય ‎બહાર કે રજાના દિવસે કોઈ પણ ઓનલાઈન ‎અથવા OTP આધારિત કામગીરી કરવામાં‎ આવશે નહીં. જો સરકાર દ્વારા સત્વરે ‎સકારાત્મક નિર્ણય નહીં લેવાય, તો આંદોલન‎ વધુ ઉગ્ર બનાવવાની ચીમકી ઉચ્ચારાઈ છે.‎
    Click here to Read More
    Previous Article
    એક MLD ક્ષમતાનો માઇક્રો STP પ્લાન્ટ તૈયાર,મહિનામાં કાર્યરત થઇ જશે:પરા તળાવ હવે બારેમાસ ભરેલું રહેશે STPનું શુદ્ધિકરણ કરેલું પાણી નખાશે
    Next Article
    પાટણ પંથકના લોકો માટે ખુશખબર:‎ચેન્નાઈ જવા હવે સીધી સુપરફાસ્ટ ટ્રેન‎

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment