Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એક MLD ક્ષમતાનો માઇક્રો STP પ્લાન્ટ તૈયાર,મહિનામાં કાર્યરત થઇ જશે:પરા તળાવ હવે બારેમાસ ભરેલું રહેશે STPનું શુદ્ધિકરણ કરેલું પાણી નખાશે

    1 day ago

    મહેસાણા પરા તળાવ સામે 1 MLD ક્ષમતાનો માઇક્રો STP પ્લાન્ટ તૈયાર થઈ ગયો છે. ડ્રેનેજ પમ્પિંગથી આવતા ગંદા પાણીના શુદ્ધિકરણનો ટ્રાયલ રન સફળ રહેતાં એક મહિનામાં સ્લજનું વિઘટન કરતા બેક્ટેરિયા જનરેશનની વ્યવસ્થા પૂર્ણ થયા બાદ રોજ 10 લાખ લિટર ગંદા પાણીનું શુદ્ધિકરણ શરૂ કરાશે. ઉનાળામાં ખાલી થઈ જતું પરા તળાવ ટ્રીટેડ પાણીથી બારેમાસ ભરેલું રહેશે. મેયર સોનલબેન ઓઝા, ડેપ્યુટી મેયર‎ રમેશભાઈ રાજપૂત, કારોબારી ચેરમેન‎ દીપકભાઈ પટેલ, દંડક અનિલ દેસાઈ ‎સહિતના પદાધિકારીઓ અને ‎અધિકારીઓએ પ્લાન્ટનું સ્થળ નિરીક્ષણ કર્યું‎ હતું. તેમણે પ્લાન્ટની ટ્રીટમેન્ટ પ્રક્રિયા,‎ ઇનલેટ-આઉટલેટ વ્યવસ્થા, ફિલ્ટરેશન ‎સિસ્ટમ અને ટ્રીટેડ પાણીના પુનઃઉપયોગની ‎વ્યવસ્થાની સમીક્ષા કરી હતી.‎ ગાર્ડનિંગ અને રોડ સફાઈ માટે શુદ્ધ પાણી વપરાશે ટ્રીટ થયેલા પાણીનો ઉપયોગ ગાર્ડનિંગ, ગ્રીન બેલ્ટ, રોડ સફાઈ, સિંચાઈ, વૃક્ષારોપણ અને જેટિંગ મશીન જેવા બિન-પીવાલાયક કામોમાં કરાશે, જેનાથી તાજા પાણીની માંગ ઘટશે. આ પ્લાન્ટમાં આગામી 5 વર્ષનો મરામત અને નિભાવણી ખર્ચ પણ સામેલ છે. ગંદા પાણીને ત્રણ ફિલ્ટર અને મેમ્બ્રેન નેટવર્કથી ટ્રીટ કરી શુદ્ધ બનાવાશે.
    Click here to Read More
    Previous Article
    સાબરમતી-જમ્મુ તાવી ટ્રેનને શ્રી માતા વૈષ્ણોદેવી કટરા સુધી લંબાવાઇ‎:ઉત્તર ગુજરાતથી વૈષ્ણોદેવી માટે પ્રથમ ડેઇલી ટ્રેન 25 ઓક્ટોબરથી શરૂ થશે
    Next Article
    હવે મહેસૂલી કર્મચારી મેદાને:નવા જોબચાર્ટ સામે વર્ક ટુ રૂલ આંદોલન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment