Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાબરમતી-જમ્મુ તાવી ટ્રેનને શ્રી માતા વૈષ્ણોદેવી કટરા સુધી લંબાવાઇ‎:ઉત્તર ગુજરાતથી વૈષ્ણોદેવી માટે પ્રથમ ડેઇલી ટ્રેન 25 ઓક્ટોબરથી શરૂ થશે

    1 day ago

    વૈષ્ણોદેવી માતાના દર્શન માટે જતા ઉત્તર ગુજરાતના યાત્રીઓ માટે રેલવે દ્વારા મોટી સુવિધા જાહેર કરવામાં આવી છે. પશ્ચિમ રેલવે દ્વારા સાબરમતી અને જમ્મુ તાવી વચ્ચે દોડતી ટ્રેન નંબર 19223ને શ્રી માતા વૈષ્ણોદેવી કટરા સુધી લંબાવવામાં આવી છે. અત્યાર સુધી કટરા જવા માટે અઠવાડિયામાં માત્ર એક જ દિવસ સીધી ટ્રેન મળતી હતી, પરંતુ હવે દૈનિક સેવા શરૂ થતાં મહેસાણા, ઊંઝા, સિદ્ધપુર, પાલનપુર અને આસપાસના વિસ્તારોના યાત્રીઓ માટે કોઈપણ દિવસે પ્રવાસનું આયોજન કરવું સરળ બનશે. ખાસ કરીને આગામી નવરાત્રિ, દિવાળી અને રજાઓની સીઝનમાં દર્શનાર્થીઓને તેનો સીધો લાભ મળશે. નવી વ્યવસ્થા મુજબ, આ ટ્રેન 18 ઓક્ટોબરથી સાબરમતીથી દરરોજ સવારે 10:25 કલાકે ઉપડશે અને બીજા દિવસે સાંજે 6:55 કલાકે કટરા પહોંચશે. પરત 19224 કટરા-સાબરમતી એક્સપ્રેસ 20 ઓક્ટોબરથી દરરોજ કટરાથી સવારે 4:50 કલાકે ઉપડશે અને બીજા દિવસે બપોરે 2:05 કલાકે સાબરમતી પહોંચશે. નવી દૈનિક ટ્રેન ઉત્તર ગુજરાતના મહત્વના સ્ટેશનો મહેસાણા, ઊંઝા, સિદ્ધપુર અને પાલનપુરથી પસાર થશે. પાલનપુર ખાતે ટ્રેનનું આગમન બપોરે 1:20 કલાકે અને પ્રસ્થાન 1:22 કલાકે રહેશે. આ ઉપરાંત, યાત્રીઓની સુવિધા ‎માટે સામ્બા, બાડી બ્રાહ્મણ અને શહીદ ‎કપ્તાન તુષાર મહાજન સ્ટેશનો પર વધારાના ‎સ્ટોપેજ પણ અપાયા છે. અત્યાર સુધી માત્ર‎ રવિવારે જતી 19415 સાબરમતી-કટરા‎ એક્સપ્રેસ પર જ નિર્ભર રહેવું પડતું હતું, પરંતુ‎ હવે દરરોજનો વિકલ્પ મળશે.‎ અઠવાડિયામાં એક દિવસ ચાલતી ટ્રેનના સમયમાં ફેરફાર ટ્રેન નંબર 19415 (સાબરમતી-શ્રી માતા વૈષ્ણોદેવી કટરા એક્સપ્રેસ)ના સમયપત્રકમાં 25 ઓક્ટોબરથી ફેરફાર કરાયો છે. નવા સમય મુજબ જમ્મુ તવી ખાતે ટ્રેનનું આગમન સવારે 4:05 કલાકે અને પ્રસ્થાન 4:15 કલાકે રહેશે, કટરા ખાતે આગમન સવારે 6:25 કલાકે થશે. આ ટ્રેનને મહેસાણા અને પાલનપુર સ્ટેશન પર બે-બે મિનિટનું સ્ટોપેજ અપાયું છે.
    Click here to Read More
    Previous Article
    142 દેશના વૈષ્ણવોને જોડવા ડિજિટલ પ્લેટફોર્મ તૈયાર:બિઝનેસ- કાનૂની માર્ગદર્શન પણ મળશે
    Next Article
    એક MLD ક્ષમતાનો માઇક્રો STP પ્લાન્ટ તૈયાર,મહિનામાં કાર્યરત થઇ જશે:પરા તળાવ હવે બારેમાસ ભરેલું રહેશે STPનું શુદ્ધિકરણ કરેલું પાણી નખાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment