Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    142 દેશના વૈષ્ણવોને જોડવા ડિજિટલ પ્લેટફોર્મ તૈયાર:બિઝનેસ- કાનૂની માર્ગદર્શન પણ મળશે

    1 day ago

    મહેસાણાના શ્રી દ્વારકાધીશ મંદિર ખાતે જન્માષ્ટમી વધાઈ ની ધાર્મિક કાર્યક્રમ ભક્તિભાવ અને ઉત્સાહપૂર્વક યોજાયો હતો. તૃતીય પીઠાધીશ્વર કાંકરોલી નરેશ પરમ પૂજ્ય 108 ડૉ. વાગીશ કુમાર મહારાજશ્રીની પાવન ઉપસ્થિતિ અને આજ્ઞામાં યોજાયેલા કાર્યક્રમમાં વૈષ્ણવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મહારાજશ્રીના હસ્તે વૈષ્ણવો માટે વિવિધ નવીન સુવિધાઓનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મંદિર પરિસરમાં બેસવા માટે દ્વારવતીમંડપમ શેડ, મહિલા ગૃહઉદ્યોગ માટેની સુવિધાઓ તેમજ વૈષ્ણવોના નિવાસ માટેના રૂમો સહિતની સુવિધાઓ શરૂ કરવામાં આવી હતી. કાંકરોલી નરેશશ્રીએ જણાવ્યું હતું કે વિશ્વના 142 દેશોમાં ફેલાયેલા વૈષ્ણવ સમાજને એકસાથે જોડવા માટે વિશેષ વેબસાઈટ તૈયાર કરવામાં આવી છે. આ ડિજિટલ પ્લેટફોર્મના માધ્યમથી બિઝનેસ સાથે જોડાયેલા વૈષ્ણવોને વ્યવસાયિક તેમજ કાનૂની માર્ગદર્શન સહિતની વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે આ પ્લેટફોર્મના માધ્યમથી હજારો લોકોને રોજગાર અને લાખો લોકોને આર્થિક રોજગારની તકો ઊભી થાય તેવો સંકલ્પ છે. મહેસાણાના આગામી આયોજન અંગે વાત કરતાં કાંકરોલી નરેશશ્રીએ સ્લો એન્ડ સ્ટેડીની નીતિનો ઉલ્લેખ કર્યો હતો. કાચબાનું ઉદાહરણ આપતાં તેમણે જણાવ્યું કે પીઠ મજબૂત રાખવી, જરૂર પડે ત્યારે બહાર આવીને પરિસ્થિતિ જોવી અને ફરી અંદર જવું. આ રીતે ધીમે ધીમે પરંતુ સતત આગળ વધવાનું છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આગામી પાંચ વર્ષમાં પુષ્ટિ સંપ્રદાય ક્ષેત્રે વધાઈ ની થઈ રહેલું કાર્ય વૈશ્વિક સ્તરે આગવું સ્થાન મેળવશે અને મહેસાણા તેનું મુખ્ય હબ બનશે. શુભમભાઈ શાહ અને યુવા ટીમની કામગીરીને બિરદાવી‎ મહારાજશ્રીએ મંદિરના ટ્રસ્ટી શુભમભાઈ શાહ તથા યુવા ટીમની કામગીરીની પ્રશંસા કરી હતી. તેમણે મહેનતના મહત્વને સમજાવતા રંગ લાતી હૈ હીના પથ્થર પે ઘીસને કે બાદ કહેવતનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે પરિવાર અને અહીંની યુવા ટીમ જે ઉત્સાહથી દરરોજ લાંબા કલાકો સુધી મહેનત કરી રહી છે તેના પરિણામે વ્રજમંડળ અને દ્વારકાધીશ મંદિર જેવા પ્રકલ્પો સાકાર થઈ રહ્યા છે. મહેસાણામાં થઈ રહેલા ભવ્ય આયોજનથી પ્રભાવિત થઈને તેમણે રમૂજી અંદાજમાં અહીં બંગલો લઈને રહેવાની ઇચ્છા પણ વ્યક્ત કરી હતી. કાર્યક્રમમાં જિગ્નેશભાઈ, રિપલભાઈ, જૈનિતભાઈ, ધ્રુવીલભાઈ સહિતના અગ્રણી વૈષ્ણવો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    5 વર્ષ પહેલાં ઉદ્ઘાટન, આજે તાળાં:ખરોડ, સામેત્રા અને પીલુદરા આઉટપોસ્ટ પોલીસ મથકો ધૂળ ખાય છે
    Next Article
    સાબરમતી-જમ્મુ તાવી ટ્રેનને શ્રી માતા વૈષ્ણોદેવી કટરા સુધી લંબાવાઇ‎:ઉત્તર ગુજરાતથી વૈષ્ણોદેવી માટે પ્રથમ ડેઇલી ટ્રેન 25 ઓક્ટોબરથી શરૂ થશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment